ડિસેમ્બરમાં આવી રહ્યા છે 5 મોટી કંપનીઓના આઇપીઓ

30 November 2020 10:48 AM
Business India
  • ડિસેમ્બરમાં આવી રહ્યા છે 5 મોટી કંપનીઓના આઇપીઓ

રોકાણકારો માટે સારી કમાણીની તક: રેલટેલ, બર્ગર કિંગ, કલ્યાણ જવેલર્સ સહિતની કંપનીઓની લગભગ રૂા.10 હજાર કરોડથી વધુ મૂડી એકત્ર કરવાની યોજના

નવી દિલ્હી, તા.30
શેરબજારમાં આગામી મહિનામાં રેલ ટેલ, બર્ગર કિંગ, કલ્યાણ જ્વેલર્સ, હોમ ફર્સ્ટ ફાયનાન્સ, ઇએસએફ સ્મોલ ફાયનાન્સ સહિત પાંચ કંપનીઓના આઇપીઓ આવી રહ્યા છે. આ આઇપીઓથી કંપનીઓની લગભગ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ મુડી એકત્ર કરવાની યોજના છે. બજાર વિશેષજ્ઞોનું કહેવું છે કે આવનારા આઇપીઓથી રોકાણકાર સારી કમાણી કરી શકે છે. આવા ડિસેમ્બરમાં આવનારી આઇપીઓ પર નજર ફેરવીએ.


રેલટેલ લિમિટેડ: રેલટેલની સ્થાપના વર્ષ 2000માં એક મિનિરત્ન કંપની તરીકે સ્થાપના થઇ હતી. આ એક માત્ર કંપની છે જેની પાસે રેલવે ટ્રેકની સાથે સાથે ઓપ્ટીક ફાઇબર નેટવર્ક બિધાવવાના વિશેષ રાઇટ ઓફ વે છે. જાણકારી મુજબ રેલટેલની બજારમાંથી 700 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે.


બર્ગર કિંગ (ઇન્ડિયા): રેસ્ટોરન્ટ ચેન બર્ગર કિંગ ઇન્ડિયાનો આઇપીઓ 2 ડિસેમ્બરે શેર બજારમાં આવશે. કંપનીના આઇપીઓ અંતર્ગત શેરોની બોલી લગાવવા માટે કિમનો દાયરો દર શેરે 59 થી 60 રૂપિયા નકકી કરાયો છે. જાણકારી મુજબ બર્ગર કિંગની ભારતીય સહાયક કંપની 810 કરોડ રૂપિયા એકત્ર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાં 450 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરાશે. કંપનીના ભારતના 17 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 261 રેસ્ટોરન્ટ છે.


કલ્યાણ જવેલર્સ:- કલ્યાણ જવેલર્સ આઇપીઓ દ્વારા 1750 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ આઇપીઓમાં 1000 કરોડ રૂપિયાના ફ્રેશ ઇસ્યુ હશે અને 750 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ અંતર્ગત હશે. નાણાકીય વર્ષ 2019-20માં કલ્યાણ જવેલર્સને 142.2 કરોડનો શાનદાર નફો થયો છે.


હોમ ફર્સ્ટ ફાયનાન્સ: હોમ ફર્સ્ટ ફાયનાન્સ 1500 કરોડ રૂપિયાનો આઇપીઓ રજુ કરશે. હોમ ફર્સ્ટ કિફાયતી આવાસ સેગમેન્ટમાં સક્રિય છે. કંપનીએ ગત ચાર વર્ષમાં 50 ટકાના વાર્ષિક દરથી વૃદ્ધિ નોંધાવી છે.


ઇએસએફ સ્મોલ ફાયનાન્સ: ઇએસએફ સ્મોલ ફાયનાન્સ બેન્કે આઇપીઓથી 1000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના કરી છે. ઇએસએફ દેશના 16 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં સક્રિય છે તેની પાસે 403 શાખાઓ છે જે 37.3 લાખ ગ્રાહકોને સેવા આપે છે.

શું હોય છે આઇપીઓ?
આઇપીઓ એ પ્રક્રિયા હોય છે, જેનાથી કંપનીઓ રોકાણકારોની ભાગીદારી (શેર)ના બદલામાં બજારમાંથી પૈસા એકત્ર કરે છે જેનાથી કંપનીને શેર બજાર પર સૂચિબધ્ધ પણ કરવામાં આવે છે.

આટલી બાબતો ધ્યાનમાં રાખો
* કંપનીના મૂલ્યાંકનની તપાસ કરો.
* જેટલું થઇ શકે એટલું આપના તરફથી રિસર્ચ કરો.
* રોકાણ માટે આપની પાસે ડિમેટ ખાતુ હોવું જોઇએ.
* પ્રમોટર્સની જાણકારી મેળવી વ્યવસ્થા ટીમની માહિતી મેળવો.
* સસ્તાના ચક્કરમાં ન ફસાતા કંપનીની પુરી જાણકારી મેળવો.


Related News

Loading...
Advertisement