ભાવનગરમાં કોરોનાના નવા ૨૯ કેસો, ૨૩ દર્દીઓ સાજા થયા

29 November 2020 10:40 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં કોરોનાના નવા ૨૯ કેસો, ૨૩ દર્દીઓ સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા ૫,૨૦૯ કેસ પૈકી હાલ ૭૭ દર્દીઓ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૨૯
ભાવનગરમાં આજે ૨૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૨૦૯ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૨ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજાના દાઠા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, મહુવાના ઓથા ગામ ખાતે ૧ તથા મહુવા ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકાના ૨૧ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૨૩ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૫,૨૦૯ કેસ પૈકી હાલ ૭૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫,૦૫૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૬૯ દર્દીઓના મોત થયા છે.


Related News

Loading...
Advertisement