ગુજરાતમાં કોરોનાના નવા 1564 કેસો, 1400થી વધુ દર્દીઓ સાજા થયા

29 November 2020 08:24 PM
Gujarat
  • ગુજરાતમાં કોરોનાના નવા 1564 કેસો, 1400થી વધુ દર્દીઓ સાજા થયા

24 કલાકમાં 16ના મોત, એકલા અમદાવાદમાં 11 દર્દીએ વાયરસથી જીવ ગુમાવ્યા : કુલ કેસ 208278 થયા, હાલ 14889 દર્દીઓ સારવારમાં

રાજકોટઃ
ગુજરાતમાં કોરોના સંક્રમણ ભયાનક સ્તર પર છે. શુક્રવારે 1607 નવા કેસ સામે આવ્યા બાદ શનિવારે 1598 કેસ અને આજે પણ 1500 થી વધુ કેસ સામે આવ્યા છે. સાથે છેલ્લા 24 કલાકમાં 1400થી વધુ દર્દીઓએ વાયરસને મ્હાત આપી છે.

તહેવારો દરમિયાન લોકોએ દાખવેલી બેદરકારીના પરિણામ રૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1564 કેસો નોંધાયા છે. અને 16 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 1451 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 86 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 14803 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3969 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 208278 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 345,
સુરત 278,
વડોદરા 171,
રાજકોટ 149,
ગાંધીનગર 58,
ખેડા 57,
મહેસાણા 51,
સુરેન્દ્રનગર 40,
બનાસકાંઠા 38,
જામનગર 35,
પંચમહાલ 33,
પાટણ 30,
ભાવનગર 29,
જૂનાગઢ 29,
આણંદ 28,
દાહોદ 26,
કચ્છ 22,
ભરૂચ 20,
અમરેલી 18,
સાબરકાંઠા 18,
મહિસાગર 16,
મોરબી 16,
અરવલ્લી 11,
ગીર સોમનાથ 9,
બોટાદ 8,
નવસારી 8,
નર્મદા 6,
તાપી 5,
દેવભૂમિ દ્વારકા 3,
પોરબંદર 3 ,
વલસાડ 2,
છોટા ઉદેપુર 2.


Related News

Loading...
Advertisement