નવી દિલ્હી:
જીએસટી રિટર્ન ફાઈલ ન કરનાર 5.43 લાખ ફર્મ્સના જીએસટી રજિસ્ટ્રેશન રદ્દ થઈ શકે છે. આવા જીએસટીધારકો સામે નાણાં મંત્રાલયનો રેવન્યૂ ડિપાર્ટમેન્ટ કડક પગલાં લેવાના મૂડમાં છે.
એક રિપોર્ટ મુજબ, જીએસટી રિટર્ન ફાઈલ ન કરનાર ડિફોલ્ટર્સને મેસેજ અને ઈ-મેઈલ્સ મોકલવામાં આવશે. રેવન્યુ ડિપાર્ટમેન્ટને GSTNથી પ્રતિ દિન 1 લાખ ટેક્સ મેસેજ અને ઈ-મેઈલ્સ મોકલવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત
મૉનિટર કરવા પણ જણાવાયું છે. 5,43,000 જેટલી ફર્મ્સ દ્વારા છેલ્લા 6 મહિના કે તેથી વધુ સમયથી GST રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું નથી. ટેક્સ રિટર્ન ફાઈલ ન કરવા પાછળના કારણો જાણવા માટે 25000 જેટલા ટેક્સ પેયર્સ પર સરકારની નજર રાખી રહી છે.
ઓક્ટોબરમાં લેવડ-દેવડ પર રિટર્ન ફાઈલ કરવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. 20 નવેમ્બરે શરૂ થયેલી આ ડેડલાઈન હવે પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા માસના રિટર્ન આંકડાઓના આધારે જ નવેમ્બર મહિના માટે આવા ડિફોલ્ટર્સને નક્કી કરવામાં આવ્યાં છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ હાઈ લેવલની સમીક્ષા બેઠક કરી હતી. બાદમાં નક્કી કર્યું કે, 20 નવેમ્બર 2020 સુધી GSTR-3B રિટર્ન દાખલ ન કર્યું હોય તેવા ટેક્સ પેયર્સ સાથે GST નેટવર્ક, ટેક્સ અધિકારીઓ સંપર્ક કરશે. આવા ટેક્સ પેયર્સને 30 નવેમ્બર સુધી GST રિટર્ન દાખલ કરવા માટે પ્રેરિત કરવા અધિકારીઓને જણાવાયું છે.