અમિત શાહે ઓવૈસીના ગઢ હૈદરાબાદમાં કહ્યું : નિઝામ સંસ્કૃતિથી સ્વતંત્રતા અપાવશું, નવું મિનિ ભારત બનાવીશું

29 November 2020 04:21 PM
India Politics
  • અમિત શાહે ઓવૈસીના ગઢ હૈદરાબાદમાં કહ્યું :  નિઝામ સંસ્કૃતિથી સ્વતંત્રતા અપાવશું, નવું મિનિ ભારત બનાવીશું
  • અમિત શાહે ઓવૈસીના ગઢ હૈદરાબાદમાં કહ્યું :  નિઝામ સંસ્કૃતિથી સ્વતંત્રતા અપાવશું, નવું મિનિ ભારત બનાવીશું
  • અમિત શાહે ઓવૈસીના ગઢ હૈદરાબાદમાં કહ્યું :  નિઝામ સંસ્કૃતિથી સ્વતંત્રતા અપાવશું, નવું મિનિ ભારત બનાવીશું
  • અમિત શાહે ઓવૈસીના ગઢ હૈદરાબાદમાં કહ્યું :  નિઝામ સંસ્કૃતિથી સ્વતંત્રતા અપાવશું, નવું મિનિ ભારત બનાવીશું
  • અમિત શાહે ઓવૈસીના ગઢ હૈદરાબાદમાં કહ્યું :  નિઝામ સંસ્કૃતિથી સ્વતંત્રતા અપાવશું, નવું મિનિ ભારત બનાવીશું

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર માટે આજે શાહે હૈદરાબાદમાં રોડ શો કર્યો હતો

હૈદરાબાદ:
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્ર બની છે. ભાજપ અહીં ચૂંટણી જીતીને રાજકીય સ્થિતિ વધુ મજબૂત બનાવવા માંગે છે. આ માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત અહીં લગાવી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદ પહોંચ્યા હતા. તેમણે રવિવારે અહીં રોડ શો યોજીને ભાજપના પક્ષમાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. રોડ શો પહેલા શાહે ચારમિનાર નજીક ભાગ્યલક્ષ્મી મંદિરમાં પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે ભાજપ કાર્યાલયમાં એક પત્રકાર પરિષદ યોજી હતી.

પ્રેસ કોંફરન્સમાં શાહે કેસીઆર અને ઓવૈસી પર નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ વખતે મેયર ભાજપના હશે અને પાર્ટીને બહુમતી મળશે.

◆ પ્રેસ કોંફરન્સમાં અમિત શાહે આપેલા નિવેદનો

આજે જો અહીં કોઈ ગરીબ બીમાર પડે છે, તો તેને મફત સારવારનો લાભ મળતો નથી, અહીંના ગરીબ લોકોએ શુ બગાડ્યું છે?

◆ નરેન્દ્ર મોદી હૈદરાબાદના લોકો માટે આયુષ્માન ભારત યોજના લાવ્યા જેથી ગરીબોને વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મળી શકે. રાજકીય કારણોસર તમે આ યોજનાને હૈદરાબાદમાં લાગુ થવા દીધી ન હતી.

◆ અમે દેશના રાજકારણને વંશવાદથી લોકશાહી તરફ લઈ જવા માંગીએ છીએ. અને રાજ્યને ભ્રષ્ટાચારથી પારદર્શિતા તરફ લઈ જવા માંગીએ છીએ.

◆ અમે હૈદરાબાદને નવાબ, નિઝામ સંસ્કૃતિથી મુક્ત કરવા જઈ રહ્યા છીએ અને અહીં નવું મિનિ-ભારત બનાવીશું. અમે હૈદરાબાદને નિઝામની સંસ્કૃતિથી મુક્ત, આધુનિક શહેર બનાવવા માંગીએ છીએ.

◆ કેસીઆર અને મજલિસે 100 દિવસની યોજનાનું વચન આપ્યું હતું, આનો હિસાબ હૈદરાબાદની જનતા માંગી રહી છે. જો તમે 5 વર્ષમાં કંઇપણ કર્યું હોય, તો તે અહીં જનતા સામે રાખો. સીટીઝન ચાર્ટરનું વચન આપ્યું તે થયું?

◆ આઇટી ક્ષેત્રે રોકાણથી હૈદરાબાદને મોટો ફાયદો થઈ રહ્યો છે. પીએમ મોદીએ યુવાનો માટે ઘણી તકો ઉભી કરી છે અને તે ભારતમાં વિદેશી રોકાણકારો દ્વારા દર્શાવવામાં આવેલા વિશ્વાસને દર્શાવે છે.

◆ હૈદરાબાદમાં કોર્પોરેશન જે પ્રકારે ટીઆરએસ અને મજલિસના નેતૃત્વમાં ચાલી રહ્યું છે તે હૈદરાબાદને વિશ્વનું આઈટી હબ બનાવવામાં સૌથી મોટો અવરોધ છે. વરસાદને કારણે શહેરમાં પાણી ભરાવાને કારણે અંદાજે 60 લાખ લોકો પરેશાન થયા હતા. ગેરકાયદે બાંધકામ મજલિસના કહેવાથી થાય છે, જે પાણીના નિકાસને અટકાવે છે.

◆ ભાજપને અપાર સમર્થન દર્શાવવા બદલ હું હૈદરાબાદની જનતાનો આભાર માનું છું. રોડ શો પછી મને ખાતરી છે કે આ વખતે ભાજપ પોતાની બેઠકો વધારવા અથવા તેની હાજરી મજબૂત કરવા લડત આપી રહ્યું નથી, પરંતુ આ વખતે હૈદરાબાદના મેયર અમારી પાર્ટીમાંથી હશે.


Related News

Loading...
Advertisement