ગોંડલ હાઈવે પર તેલની રેલમ-છેલમ : ડબ્બા ભરેલું આઇસર પલ્ટી મારી ગયું

29 November 2020 12:59 AM
Gondal Saurashtra
  • ગોંડલ હાઈવે પર તેલની રેલમ-છેલમ : ડબ્બા ભરેલું આઇસર પલ્ટી મારી ગયું

હાઈવે પેટ્રોલિંગની ટીમ અને ગોંડલ સિટી પોલીસે દોડી જઈ ટ્રક અને તેલના ડબ્બા દૂર કરાવ્યા : કોઈ જાનહાની કે ઇજા નહીં

ગોંડલ:
ગોંડલ નજીકની હાઈવે પર આશાપુરા ચોકડીએ તેલના ડબ્બા ભરેલું આઈસર પલ્ટી મારી જતા હાઈવે રોડ પર તેલની રેલમછેલમ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગની ટીમ અને ગોંડલ સિટી પોલીસે દોડી જઈ ટ્રક અને તેલના ડબ્બા દૂર કરાવ્યા હતા, અને ટ્રાફિક પૂર્વવર્ત કરાવ્યો હતો. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નહોતી.

મળતી વિગત મુજબ જીજે-36-પી-8418 નંબરનો આઇસર ટ્રક વાંકાનેરથી ખાદ્ય તેલના ડબ્બા ભરી રાણાવાવ તરફ જઈ રહ્યો હતો. ત્યારે ગત રાત્રે 1 થી 1:30 વાગ્યા આસપાસ ગોંડલ નજીક આશાપુરા ચોકડી પાસે હાઇવે રોડ પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ હાઇવે પોલીસ પેટ્રોલિંગની ટીમના પેટ્રોલિંગ ઓફિસર મયુરસિંહ જાડેજા, ડ્રાયવર દિવ્યેશભાઈ, હસુભાઈ, હેલ્પર ભાણાભાઈ સહિતનો કાફલો દોડી ગયો હતો. આ તરફ ગોંડલ સિટી પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અકસ્માત બાદ તેલના ડબ્બા તૂટી ગયા હોવાથી રોડ પર મોટા પ્રમાણમાં તેલ ઢોળાયું હતું. અન્ય કોઈ વાહન સ્લીપ ન થાય કે ટ્રાફિકને અવરોધ ન થાય તે માટે પોલીસ પેટ્રોલિંગ ટીમની ક્રેનની મદદથી ક્રેન ડ્રાયવર રાહુલભાઈ બારાચ દ્વારા ટ્રકને રોડ પરથી દૂર કરાયો હતો. તેમજ તેલના ડબ્બાને પણ દૂર કરાયા હતા. રસ્તા પર માટી નાખી મજૂરો દ્વારા ઢોળાયું તેલ પણ સાફ કરાયું હતું.

Related News

Loading...
Advertisement