સ્કૂલ ફીનું ભૂત ફરી ધૂણ્યું : ફક્ત ટ્યુશન ફી જ લઈ શકાશે તેવા સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારતી બોર્ડિંગ સ્કૂલો

28 November 2020 06:43 PM
Ahmedabad Gujarat
  • સ્કૂલ ફીનું ભૂત ફરી ધૂણ્યું : ફક્ત ટ્યુશન ફી જ લઈ શકાશે  તેવા સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારતી બોર્ડિંગ સ્કૂલો

સરકારના નિર્ણયના કારણે બોર્ડિંગ સ્કૂલને 6 મહિનામાં 1 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો દાવો

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફીનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. છેલ્લે સરકારે નિર્ણય કર્યો હતો કે, કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો ફક્ત ટ્યુશન ફી જ વસૂલી શકશે. આ નિર્ણય બાદ મામલો શાંત પડી ગયો હતો ત્યારે ફરી એક વાર સ્કૂલ ફીનું ભૂત ધૂણ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયને બોર્ડિંગ સ્કૂલોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે.
બે બોર્ડિંગ સ્કૂલ વતી ગુજરાત હાઈકોર્ટમાં રજુઆત કરવામાં આવી છે કે, બોર્ડિંગ સ્કૂલની પ્રવૃતિઓ રેગ્યુલર શાળાઓ કરતા અલગ હોય છે. અહીં વિધાર્થીઓને સ્વિમિંગ પુલ અને ઘણી અન્ય સુવિધા અને પ્રવૃતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વિધાર્થીઓ હજુ પણ અભ્યાસ મેળવી રહ્યા છે. બોર્ડિંગ સ્કૂલના 41 ટીચિંગ સ્ટાફ અને 51 નોન ટીચિંગ સ્ટાફ સિવાય સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી દુર કરાયા નથી. ઉપરાંત બન્ને બોર્ડિંગ સ્કૂલ પાસે 100થી વધુ બસો છે. સરકારના નિર્ણયના કારણે તેઓને 6 મહિનામાં 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેથી સરકારના ઠરાવને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement