સોનામાં બે માસમાં 8 હજાર ઘટયા : ભાવ રૂા.50 હજારથી નીચે આવી ગયો

28 November 2020 06:40 PM
India
  • સોનામાં બે માસમાં 8 હજાર ઘટયા :  ભાવ રૂા.50 હજારથી નીચે આવી ગયો

વેકસીન અંગે સતત સારા સમાચારો આવતા હોય ભાવ ઘટાડાનું વલણ

મુંબઇ તા.28
કોરોના વેક્સિન અંગેના સતત સારા સમાચારો આવી રહ્યાં છે. આ કારણે સોનાના ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળે છે. શુક્રવારે 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 48,185 થઈ ગયો હતો. તો 1 કિલો ચાંદીનો ભાવ 60 હજાર રૂપિયાથી નીચે પહોંચી ગયો હતો. બુલિયન માર્કેટના વેપારીના કહેવા મુજબ ઓગસ્ટમાં જોવાયેલા વિક્રમી ભાવથી અત્યારે અત્યંત નીચા ભાવે આ બંને કિંમતી ધાતુમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. 7 ઓગસ્ટે સોનાનો ભાવ 56,200ની વિક્રમી સપાટીએ હતો. ગુરુવારે એમસીએક્સ પર સોનાનો ભાવ 48,600 બોલાતો હતો. લગભગ 4 મહિનાની તેજી પછી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાને ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાંથી સોનાની માંગમાં ઘણો વધારો થયો છે.
સોનાનો ભાવ ઘટતા માગ વધી
બીજીબાજુ લગ્નની સિઝનને કારણે પણ સોનાની ખરીદી થઈ રહી છે. સોનાના ભાવ ઘટતાં હોવાને કારણે ઓનલાઈન અને ઓફ લાઈન બંને પ્લેટફોર્મ પર સોનાનું વેચાણ વધવાનું અનુમાન છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસીએશનના જણાવ્યા મુજબ માંગ વધી રહી છે અને કિંમત ઘટતાં ગ્રાહકોમાં ખરીદી વધી રહી છે. અર્થતંત્ર ખૂલી રહ્યું હોવાથી લોકો લાંબાગાળાના રોકાણ તરીકે સોનાને પસંદ કરે છે.


Related News

Loading...
Advertisement