સરકારે કેબ કંપનીઓની મનમાની ઉપર લગામ મુકી: ભાડું-કમાણી નક્કી કર્યા

28 November 2020 06:36 PM
India
  • સરકારે કેબ કંપનીઓની મનમાની ઉપર લગામ મુકી: ભાડું-કમાણી નક્કી કર્યા

નવીદિલ્હી, તા.28
ઓલા, ઉબેર જેવી કેબ કંપનીઓને ભારત સરકારની નવી મોટર વ્હીકલ ગાઈડલાઈન્સનથી મોટો ઝટકો લાગ્યો છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ-2020 જાહેર કરી હતી. મંત્રાલયે આ માર્ગદર્શિકાને તુરંત લાગુ કરવા રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે.

આ દિશા-નિર્દેશો અનુસાર ટેક્સી સંચાલન કરનારી કંપનીઓએ રાજ્ય સરકારો પાસેથી લાયસન્સ લેવું પડશે. સિસ્ટમેટિક ફેલ્યોરથી યાત્રિકો અને ડ્રાઈવરની સુરક્ષાનો ખતરો દેખાશે તો લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા હવેથી ભાડું પણ નક્કી કરી શકશે અને જે ભાડું નક્કી કરશે તેના 80 ટકા ડ્રાઈવરને અને 20 ટકા કંપનીઓના ખાતામાં જશે. હવેથી ટેક્સી કંપનીઓને મુળ ભાડાથી 50 ટકા રકમ ઓછી લેવાની પરવાનગી હશે.

જો યાત્રા રદ કરવામાં આવે તો મહત્તમ ભાડાના 10 ટકા રકમ જ વસૂલી શકાશે પરંતુ યાત્રિકો અને ડ્રાઈવર બન્ને માટે 100 રૂપિયાથી વધુ નહીં હોય. કંપની દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી સેવાને સર્વિસ ગણવામાં આવશે જેનાથી નોકરી પેદા થાય છે અને લોકોને પરિવહનની સુવિધા મળે છે. શેયરિંગ સુવિધાથી માંગ ઘટશે સાથે સાથે ઈમ્પોર્ટ બિલમાં પણ ઘટાડો નોંધાશે. આ ઉપરાંત વાહનોથી ફેલાતાં પ્રદૂષણનું સ્તર પણ ઘટી જશે.

કારોબારી સંચાલન માટે રાજ્ય સરકારો દ્વારા જારી લાયસન્સ અનિવાર્ય છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન થાય તેની જવાબદારી રાજ્ય સરકારોની હશે.


Related News

Loading...
Advertisement