‘તું વોટસએપ પર ઓનલાઈન છે છતાં મને જવાબ કેમ નથી આપતો-આપતી ?’ની સમસ્યાથી મળશે છૂટકારો !

28 November 2020 06:31 PM
Technology World
  • ‘તું વોટસએપ પર ઓનલાઈન છે છતાં મને જવાબ કેમ નથી આપતો-આપતી ?’ની સમસ્યાથી મળશે છૂટકારો !

હવે તમે ઓનલાઈન હશો તો પણ કોઈને ખબર નહીં પડે: વોટસએપ લાવ્યું નવું ફિચર્સ

નવીદિલ્હી, તા.28
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વોટસએપ સૌથી લોકપ્રિય એપ્લીકેશન છે. આ એપ્લીકેશનના માધ્યમથી યુઝર્સ પોતાના મીત્રોને જરૂરી દસ્તાવેજો, ફાઈલ, ફોટો અને વીડિયો સરળતાથી શેયર કરી શકે છે. આ ફાયદાને ધ્યાનમાં રાખી વોટસએપ યુઝર્સની સંખ્યા 230 કરોડની નજીક પહોંચી ગઈ છે. વોટસએપ પણ પોતાના યુઝર્સને ખુશ રાખવા માટે નવા-નવા ફીચર્સનું લોન્ચીંગ કરતું રહે છે.

જો તમે મોડીરાત સુધી ચેટિંગ કરો છો અથવા તો બહુ ઓછા લોકો સાથે વોટસએપ પર વાત કરવાનું પસંદ કરો છો તો તમારા માટે વોટસએપ એક મજેદાર ફિચર્સ લાવ્યું છે. વોટસએપ ઉપર જતાંની સાથે જ યુઝર્સનું સ્ટેટસ ‘ઓનલાઈન’ દેખાવા લાગે છે અને તેને છુપાવી પણ શકાતું નથી. જો તમે કોઈ યુઝર્સની ચેટ વિન્ડો ઓપન કરો અને તે એપ ઉપયોગ કરી રહ્યો હોય તો તેના નામની નીચે ‘ઓનલાઈન’ લખેલું જોવા મળે છે.

જો તમે વોટસએપ ઉપર ‘ઓનલાઈન’ દેખાયા વગર ચેટિંગ કરવા માંગો છો તો અત્યારે એપમાં કોઈ સેટિંગ કે કોઈ ટ્રીક નથી. એપ પર ઓનલાઈન દેખાવાનું નુકસાન એ છે કે બાકીઓને ખબર પડી જાય છે કે તમે કોઈ સાથે ચેટિંગ કરી રહ્યા છો. આ ઉપરાંત અનેક વખત તમને ઓનલાઈન જોઈને બીજા લોકો પણ મેસેજ કરવા લાગે છે. જરૂરી નથી કે તમે દરેક વ્યક્તિ સાથે ચેટિંગ કરવા માંગો અને ઓનલાઈન દેખાવાનો મતલબ એ છે કે તમે તેના મેસેજ ઈગ્નોર કરી રહ્યા છો.

દુનિયાની સૌથી પોપ્યુલર ચેટિંગ સર્વિસ ઉપર ઓનલાઈન દેખાયા અથવા લાસ્ટ સીન બાકી લોકો સાથે શેયર કર્યા વગર તમે ચેટિંગ કરી શકો છો અને તેના માટે તમારે અમુક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ ‘ઠઅ બીબબહય રજ્ઞિ ભવફિ’ં એપ્લીકેશનની મદદથી આવું કરી શકાશે. તમારે આવું કરવું હોય તો તેની રીત અત્રે પ્રસ્તુત છે.

1. સૌથી પહેલાં ગુગલ પ્લે સ્ટોર પર જઈને તમારે ‘ ઠઅ બીબબહય રજ્ઞિ ભવફિ’ં એપ ડાઉનલોડ કરવાની રહેશે.
2. આ પછી એપ અનેક ‘એક્સેસિબિલિટી’ પરમીશન માંગશે જેને તમારે ‘એલોવ’ કરવાનું રહેશે.
3. હવે વોટસએપ ઉપર આવનારા મેસેજ તમને ‘બબલ્સ’માં આવશે
4. અહીં ચેટિંગ કરવા છતાં તમે કોઈને ‘ઓનલાઈન’ દેખાશો નહીં અને ઓફલાઈન રહીને પણ તમે આરામથી ચેટિંગ કરી શકશો.


Related News

Loading...
Advertisement