સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પ્રચાર માટે ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદ પહોંચ્યા

28 November 2020 06:11 PM
India
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પ્રચાર માટે ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદ પહોંચ્યા

ભાગ્ય નગર મંદિરે દર્શન કરી રોડ-શો કર્યો

હૈદરાબાદ, તા. ર8
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનાં પ્રચાર માટે આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદ પહોંચ્યા હતા. આજે સવારે તેઓએ તેનાં દિવસની શરૂઆત ભાગ્ય નગર મંદિરમાં દર્શન કરીને કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બી.જે.પી.નાં પ્રદેશ અધ્યક્ષ બંદી સંજયકુમાર જાહેરાત કરી ચુકયા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત બાદ તેઓ અહીંથી જ વિજયયાત્રા શરૂ કરશે. ગૃહમંત્રી શાહ આજે સવારે ભાગ્યનગર મંદિરે ગયા બાદ સનતનગર, ખૈરતાબાદ અને બુજલી હિલ્સ વિસ્તારમાં રોડ-શો કર્યો હતો. ગઇકાલે ભા.જ.પ. અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ હૈદરાબાદમાં પાર્ટી નેતાઓ સાથે બેઠક કર્યા બાદ રોડ-શો કર્યો હતો.


Related News

Loading...
Advertisement