વોશિંગ્ટન તા.28
તા.26/11/2008ના રોજ મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. હુમલાના માસ્ટરમાઈન્ડ સાજિદ મીર પર અમેરિકાએ 50 લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. ભારત છેલ્લા 12 વર્ષોથી આ આતંકવાદીને શોધી રહ્યું છે. સાજિદ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ડેનમાર્ક અને બ્રિટનમાં અડધો ડઝન હુમલામાં આરોપી છે.
રિવોર્ડ્સ ફોર જસ્ટિસ પ્રોગ્રામ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, અમેરિકાને વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડની તલાશ છે. આ આતંકવાદી વિશે જાણકારી આપનારને 50 લાખ ડોલરનું ઈનામ આપી શકાય છે. સાજિદ મીર પાકિસ્તાનના લાહોરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, અને તે અમેરિકી જાસૂસી સંસ્થા એફબીઆઈના મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં પણ સામેલ છે.
તાજેતરમાં જ ભારતે પાકિસ્તાનને કહ્યું હતું કે, સાજિદ મીરનું પ્રત્યાર્પણ કરાવવામાં આવે જોકે પાકિસ્તાનની ઈમરાન સરકારે તેને આ વાતને નજર અંદાજ કરી દીધી છે. અમેરિકાન વિદેશ વિભાગ તરફથી વર્ષ 2019ની આતંકવાદી સબંધી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ઈમરાન ખાનની સરકાર સાજિદ મીર વિરુદ્ધ કોઈ એક્શન નથી લઈ રહી, જ્યારે મુંબઈ હુમલાનો આ માસ્ટર માઈન્ડ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે.
આ પહેલા એફબીઆઈએ સાજિદ પર 5 મિલિયન ડોલર એટલે કે 37.81 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.એવું કહેવાય છે કે, સાજિદ મીરને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સઘન સુરક્ષા પૂરી પાડી રહી છે. પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ મસૂદ અઝહર પણ આઈએસઆઈના સુરક્ષા ઘેરામાં જ રહે છે.