સાવધાન: દાંત-પેઢામાં દુ:ખાવો થાય તો કોરોના હોઈ શકે !

28 November 2020 06:03 PM
India
  • સાવધાન: દાંત-પેઢામાં દુ:ખાવો થાય તો કોરોના હોઈ શકે !

કોરોનામાંથી સાજા થયા બાદ અનેક લોકોના દાંતનું અચાનક હલન-ચલન થવા લાગ્યું, પેઢામાં પણ ઝણઝણાટી થતી હોવાનો દાવો: વૈજ્ઞાનિકો મથામણમાં લાગ્યા

કોરોના વાયરસની માણસના દાંત ઉપર પણ ખરાબ અસર જોવા મળી રહી છે. ન્યુયોર્ક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર કોરોનાની ઝપટે ચડી ચૂકેલા અમુક લોકોમાં પેઢા નબળા પડી જવા અને દાંત પડી જવાની સમસ્યા ધ્યાન પર આવી છે.

આવી ઘટનાઓ બાદ વૈજ્ઞાનિકો એ જાણવાની મથામણમાં લાગી ગયા છે કે શું ખરેખર કોરોના દાંતોને નબળા પાડી રહ્યો છે ? ન્યુયોર્કમાં રહેતી 43 વર્ષીય ફરાહ ખેમિલીએ જણાવ્યું કે તેમણે એક વિન્ટરગ્રીન બ્રેથ મિન્ટ પોતાના મોઢામાં મુકી હતી જેના કારણે તેને નીચલા દાંતમાં વિચિત્ર પ્રકારની ઝણઝણાટી થવા લાગી હતી. તેણે સ્પર્શ કરીને જોયું તો તેનો દાંત નબળો પડી ગયો હતો. શરૂઆતમાં ખેમિલીને લાગ્યું કે બ્રેથ મિન્ટને કારણે આવું થયું હશે પરંતુ તે પાછળનું કારણ કંઈક બીજું જ હતું.

આગલા દિવસે સવારે દાંત તૂટીને ખેમિલીના હાથમાં આવી ગયો હતો. દાંત તૂટ્યા બાદ ન તો લોહી નીકળ્યું કે ન તો દર્દ થયું ! થોડા દિવસ પહેલાં જ ખેમિલી કોરોનાની ઝપટે ચડી હતી અને ત્યારથી તે એક એવા ઓનલાઈન સપોર્ટ ગ્રુપને ફોલો કરવા લાગી જ્યાં લોકોએ આ બીમારીનાં લક્ષણો અને અનુભવ શેયર કર્યા છે. અત્યાર સુધી આ અંગેના કોઈ સચોટ પૂરાવા નથી મળ્યા કે સંક્રમણથી દાંત હલન-ચલન કરવા લાગવા અથવા તૂટી જવાની સમસ્યા થાય છે

પરંતુ એ સપોર્ટ ગ્રુપ પર ખેમિલીને અનેક એવા લોકો મળ્યા જેમને સંક્રમણ બાદ દાંત તૂટી જવા અને પેઢામાં દુ:ખાવો થવા લાગ્યો હતો. દાંતના અમુક ડોક્ટરો પર્યાપ્ત ડેટા ન હોવા છતાં એવું માને છે કોરોના દાંત સાથે જોડાયેલાં લક્ષણોનું કારણ બની શકે છે. યુનિવર્સિટી ઓફ ઉટાહના ડો.ડેવિડ ઓકાનોએ જણાવ્યું કે કોઈ વ્યક્તિના દાંતનું અચાનક તૂટી જવું અત્યંત આશ્ર્ચર્યજનક બાબત છે. દાંત સાથે જોડાયેલી આ સમસ્યા વધુ ભયંકર બની શકે છે.

આ બિમારીમાંથી રિકવર થયા બાદ પણ લોકોમાં લાંબા સમય સુધી તેની અસર જોવા મળે છે. જો કે અમુક નિષ્ણાત તબીબો આ વિષય પર વધુ અભ્યાસની જરૂરિયાત પણ અનુભવી રહ્યા છે


Related News

Loading...
Advertisement