અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ પટેલ!

28 November 2020 06:00 PM
India World
  • અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ પટેલ!

ન્યુયોર્ક તા.28
અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ પ્રજાની વચ્ચે ભારતીય મૂળના ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલની માહિતી આપવા પર 1,00,000 ડોલર (રૂ.73,96,245)ના ઇનામની જાહેરાત ફરીથી કરી છે. તેના મતે પટેલનો જન્મ ગુજરાતના વીરમગામ તાલુકાના કંતોદ્રી ગામમાં થયો હતો. આ વ્યક્તિ એફબીઆઈની 2017મા જાહેર કરાયેલી 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાંથી એક છે. આ શુક્રવારે એફબીઆઈએ ફરીથી તેના નામ અને ઇનામની જાહેરાત કરતી ટ્વીટ કરીને જનતાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. પટેલે 2015ની સાલમાં કથિત રીતે પોતાની પત્ની પલકની હનોવરના મેરીલેન્ડ રાજ્યમાં ડંકિન ડોનેટસના કોફી શોપની અંદર ચાકુ મારી હત્યા કરી દીધી હતી, ત્યારબાદથી જ તે ફરાર છે. તેના પર હત્યાનો આરોપ છે. જો કે તેને 2017મા મોસ્ટ વોન્ટેડની યાદીમાં સમાવ્યો હતો જ્યારે તે એફબીઆઈની પકડમાં આવ્યો નહોતો. ઘટના દરમ્યાન પટેલ 24 વર્ષનો હતો તેને કથિત રીતે પોતાની 21 વર્ષની પત્ની પર દુકાનના પાછળના ભાગમાં રસોઇમા વપરાતા ચાકુથી કેટલીય વખત ઘા કર્યો હતો એ દરમ્યાન ત્યાં ગ્રાહકો પણ હાજર હતા. તેઓ બંને ત્યાં કામ કરતા હતા. તે છેલ્લી વખત ન્યૂજર્સીની એક હોટલમાંથી રાજ્યના નેવાર્કમાં એક ટ્રેન સ્ટેશન માટે ટેક્સી લીધી હતી. તે સમયે એની અરૂંડેલ કાઉન્ટીના પોલીસ પ્રમુખ રહી ચૂકેલા ટિમ અલ્ટોમારે રેડિયોને કહ્યું હતું કે આ કેસમાં હિંસા ભડકી હતી. હૃદય કંપાવનારા દ્રશ્યો સર્જાયા હતા અને આ પોલીસ વિભાગ માટે ઝાટકો હતો.


Related News

Loading...
Advertisement