નવી દિલ્હી તા.28
ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમની પરેશાની ઓછી નથી થઈ. હવે ટીમના વધુ એક એટલે કે 7મો ખેલાડી કોરોનાની ઝપટમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પુર્વ કેપ્ટન સરફરાજ અહમ સહિત 6 ક્રિકેટરોને કોરોના પોઝીટીવ આવ્યો હતો.
14 દિવસના આઈસોલેશનના ત્રીજા દિવસે એટલે કે ગઈકાલે શુક્રવારે થયેલી તપાસમાં પાક.નો આ 7મો ખેલાડી સંક્રમીત મળ્યો હતો. આ પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અંતિમ ચેતવણી અપાઈ હતી. ખરેખર તો પાકિસ્તાની ટીમ પર જૈવ સુરક્ષા પ્રોટોકોલ તોડવાનો આરોપ છે.
પીસીબીના સૂત્રો મુજબ અગાઉ કોરોના પોઝીટીવ ખેલાડીઓના નામો જાહેર થયા છે. જેમાં સરફરાઝ, મોહમ્મદ અબ્બાસ, આબિદઅલી, નસીમ શાહ, રોહેલ નઝીર અને દાનિશ અઝીઝ છે.