વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની અનેક દેશોને ચેતવણી, કેસ ભલે ઘટે, સાવધાની ઘટવા ન દેતાં

28 November 2020 05:56 PM
India Top News
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની અનેક દેશોને ચેતવણી, કેસ ભલે ઘટે, સાવધાની ઘટવા ન દેતાં

અનેક દેશોમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યા બાદ સાવચેત બની જવા સંગઠનની તાકિદ

નવીદિલ્હી, તા.28
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ એ દેશોને પણ સાવચેત રહેવા કહ્યું છે જ્યાં કોવિડ-19 સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સંગઠનના ટોચના અધિકારીએ કહ્યું કે કેસ હોવા છતાં તમામ દેશોએ સાવચેત રહેવાની તાતી જરૂર છે.

સાવધાનીમાં લાપરવાહી બિલકુલ રાખી શકાય તેમ નથી. શિન્હુઆ ન્યુઝ એજન્સીએ ડબલ્યુએચઓના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામ માટે ટેકનીકલ લીડ મારિયા વાન કેર્કખોવના હવાલાથી આ જાણકારી આપી છે. મારિયાએ વર્ચ્યુઅલ બેઠક દરમિયાન દેશોને એલર્ટ કર્યા હતા. તેમણે આગળ કહ્યું કે મહામારીમાં કાબૂ કરવા માટે અપનાવવામાં આવેલા પ્રભાવિત ઉપાયોથી સંગ્રમણમાં આવેલા ઘટાડાને જોઈને સારું લાગી રહ્યું છે પરંતુ હજુ એ વાતનો સમય નથી કે આપણે લાપરવાહ બની જવું જોઈએ, ઊલટાનું અત્યારે તો વધુ સતર્ક થવાની જરૂર છે.

કેર્કખોવે ઉમેર્યું કે આપણે એ નથી જોવા માંગતાં કે વાયરસ પર કાબૂ મેળવવા માટે જે રીતે આપણે લોકડાઉન કર્યું તેને ફરીથી દોહરાવવું પડે. જોન્સ હોપક્ધિસ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં સંક્રમણના કુલ કેસ 6 કરોડ 15 લાખથી વધી ગયા છે અને મૃત્યુઆંક પણ 14.4 લાખને પાર થઈ ગયો છે. શનિવારે પોતાના લેટેસ્ટ અપડેટમાં યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે ખુલાસો કર્યો છે કે દુનિયાભરમાં હજુ સંક્રમિતોની સંખ્યા 61,585,651 છે અને મૃતકોની સંખ્યા 1,441,875 થઈ ગઈ છે.

પાછલા વર્ષે ચીનના વુહાનથી નીકળેલા ઘાતક કોરોના વાયરસ સંક્રમણને કારણે દુનિયાના તમામ દેશો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અત્યાર સુધી સૌથી વધુ કેસ અમેરિકામાં જોવા મળ્યા છે અને મૃત્યુ પણ સૌથી વધુ અમેરિકામાં જ નોંધાયા છે.


Related News

Loading...
Advertisement