કોરોના ઈફેકટ: 2 કરોડ છાત્રાઓનું ફરી સ્કુલમાં પાછા ફરવું મુશ્કેલ બન્યું

28 November 2020 05:44 PM
India Top News
  • કોરોના ઈફેકટ: 2 કરોડ છાત્રાઓનું ફરી સ્કુલમાં પાછા ફરવું મુશ્કેલ બન્યું

‘રાઈટ ટુ એજયુકેશન ફોરમ’ના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો:દેશના 70 ટકા પરિવારોમાં ખાવા માટે પૂરતું રેશન આ સ્થિતિમાં દીકરીઓને ભણાવવાનું મુશ્કેલ બન્યું

નવી દિલ્હી તા.28
કોરોના મહામારી અને તેને પગલે આવેલા લોકડાઉને દુનિયાના અર્થતંત્રની કમર ભાંગી નાંખી છે, કોરોના મહામારીએ દેશની અર્થવ્યવસ્થાની સાથે સાથે શિક્ષણને પણ ખરાબ રીતે અસર કરી છે, એક અભ્યાસમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે દેશની બે કરોડ જેટલી છાત્રાઓનું સ્કુલમાં પાછા ફરવું મુશ્કેલ બન્યું છે.‘રાઈટ ટુ એજયુકેશન ફોરમ’ એ સેન્ટર ફોર બજેટ અને એન્ડ પોલીસી સ્ટડીઝ અને ચેમ્પીયન્સ ફોર ગર્લ્સ એજયુકેશન સાથે મળીને દેશના 5 રાજયોમાં આ અભ્યાસ કર્યો હતો. ‘મેપીંગ ધી ઈમ્પેકટ ઓફ કોવિડ 19 ઓન ધી લાઈવ્ઝ એન્ડ એજયુકેશન ઓફ ચિલ્ડ્રન ઈન્ડીયા’ નામે આ અભ્યાસ 26 નવેમ્બરે જાહેર થયો હતો.આ અભ્યાસ 5 જૂન 2020માં કરવામાં આવ્યો હતો. જેમાં ઉતરપ્રદેશના 11 જિલ્લા, બિહારના 8 જિલ્લા, આસામના 5 જીલ્લા, તેલંગાણાના જિલ્લાનો સમાવેશ થયો હતો. નબળા અને ગરીબ વિસ્તારના પરિવારોમાંથી 70 ટકાએ માન્યું હતું કે તેમની પાસે ખાવા માટે પૂરતું રાશન નથી, આવામાં દીકરીઓને કેમ ભણાવવી?આ અભ્યાસ મુજબ 37 ટકા છોકરીઓ એ બાબતે નિશ્ર્ચિત નથી કે તે ફરી સ્કુલે પરત ફરશે.લગભગ 71 ટકા જેટલી છોકરીઓએ માન્યું હતું કે કોરોના કાળમાં ઘરમાં છે અને ઘરમાં ભણવાના સમયે પણ ઘરેલું કામમાં વ્યસ્ત રહે છે.મહામારી ખતમ થયા બાદ જો છોકરીઓ સ્કુલે પાછી નહીં ફરે તો તેમના જલ્દી લગ્ન થઈ જવાનો પણ ખતરો વધી શકે છે. આ અભ્યાસમાં કહેવાયું છે કે છોકરીઓના શિક્ષણ માટે પૂરતી નાણાકીય સહાય સરકારે આપવી જોઈએ.


Related News

Loading...
Advertisement