દેવદિવાળી-કાર્તિક સુદી પૂર્ણિમા

28 November 2020 05:40 PM
Rajkot
  • દેવદિવાળી-કાર્તિક સુદી પૂર્ણિમા

કાર્તિક સુદી પૂર્ણિમાને દિવસે તુલસીમાતાનો જન્મ થયેલો છે તથા તેજ દિવસે શ્રી વિષ્ણુએ તેમને પૂજેલા છે. માટે તે દિવસે શ્રદ્ધાથી તુલસીનું પૂજન કરવું જોઈએ. પુષ્પોમાં જેમની તુલના નથી એવા તે તુલસી સર્વમાં પવિત્રરૂપ, સર્વને મસ્તકે ધારણ કરવા યોગ્ય સર્વને પ્રિય તથા વિશ્ર્વને પાવન કરનારાં, પુષ્પોમાં સારરૂપ સતી પવિત્ર મનોહર અગ્નિ શીખા જેવાં, જીવનમુક્ત મુક્તિ આપનારાં અને ભક્તિ દેનારાં તુલસીને હું જાણું છું. આ પ્રમાણે ધ્યાન કર્યા પછી ‘શ્રી હ્રીં કલીં ઐ વૃંધવન્ટી સ્વાહા’ આ મંત્ર તેજ તુલસીનો છે. તે બોલી પંચોપચારે પૂજન કરવું ત્યારબાદ આઠ વખત નમસ્કાર કરવા.
વૃંદામાતાને નમસ્કાર કરું છું. વૃંદાવની માતાને નમસ્કાર કરુ છું. સૌભાગ્યવતી માતાને નમસ્કાર કરું છું, વિશ્ર્વ પૂજિતા માતાને નમસ્કાર કરું છું. વિશ્ર્વવિવની માતાને નમસ્કાર કરું છું, નંદિની માતાને નમસ્કાર કરું છું, તુલસી માતાને નમસ્કાર કરું છું, કૃષ્ણજીવની માતાને નમસ્કાર કરું છું. આ આઠ નામનાં પાઠ કરનાર પર તુલસીમાતા પ્રસન્ન થાય અને શુભફળ મળે છે.
કાર્તિક સુદી પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમાં કહેવામાં આવે છે. આ દિવસે એટલે દેવોની દિવાળી. બલિરાજાના બંધનમાંથી સર્વ દેવો મુક્ત થયા અને તેમણે દિવાળી ઉજવી પોતાનું નિત્યકર્મ પરવારી સંધ્યાકાળે પોતાના ઈષ્ટદેવનું પૂજન કરી ધૂપ, દીપ, આરતી કરવા પોતાની શક્તિ પ્રમાણે ઘી કે તેલના દીવા કરવા પાંચ દીવા ઘરમાં અને ઘરની બહાર મુકવા 720 દીવા આ દિવસે જે કોઈ કરે છે તે બધા જ પાપોમાંથી છુટી જાય છે.


Related News

Loading...
Advertisement