જીટીયુમાં 32 દેશોના 82 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ

28 November 2020 05:38 PM
Rajkot
  • જીટીયુમાં 32 દેશોના 82 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ

સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી ટેકનોલોજીકલ યુનિવર્સિટી

રાજકોટ તા.28
છેલ્લા એક દશકથી પણ વધુ સમયથી સમગ્ર રાજય તેમજ દેશ-વિદેશમાં ટેકનીકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે જીટીયુ કાર્યરત છે. વર્ષ 2013થી ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ આપવા બાબતે જીટીયુ સમગ્ર રાજયમાં પ્રતમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
ચાલુ શૈક્ષણિક વર્ષમાં જીટીયુમાં વિવિધ 22 દેશોના 82 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અત્યાર સુધી જીટીયુમાં 48 દેશના 828થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂકયા છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર જીટીયુ હંમેશા અગ્રેસર રહે છે. તેના પરિણામ સ્વરૂપે સતત 3 વર્ષથી વિદેશી વિદ્યાર્થી માટે જીટીયુમાં પ્રવેશ મેળવવા માટેની પ્રથમ પસંદગી હોય છે.
ભારત સરકારની ઈન્ડીયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રિલેશન (આઈસીસીઆર) દ્વારા દેશની વિવિધ 17 ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં 3 ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી જીટીયુ એકમાત્ર યુનિવર્સિટી છે જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અફઘાનીસ્તાન, નામ્બિયા, મોઝામ્બિક, અંગોલા, બાંગ્લાદેશ, ઈથોપીયા, કેન્યા, મડાગાસ્કર, સાઉથ સુડાન, સ્વિઝરલેન્ડ, યુગાન્ડા સહિતના 22 દેશના 82 વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં જીટીયુ સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ટેકનીકલ એજયુકેશન ક્ષેત્રે છેલ્લા 7 વર્ષથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓએ ધરાવતી યુનિવર્સિટી તરીકે જીટીયુ નામ પ્રથમ હરોળમાં આવે છે.


Related News

Loading...
Advertisement