હમીરજી ગોહિલ ટ્રસ્ટ અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા કાલે રકતદાન કેમ્પ

28 November 2020 05:32 PM
Rajkot
  • હમીરજી ગોહિલ ટ્રસ્ટ અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા કાલે રકતદાન કેમ્પ

રાજકોટ તા.28
‘હમીરજી ગોહિલ ટ્રસ્ટ અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા કેશુભાઈ પટેલની માસિક પુણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પ યોજાનાર છે. સીવીલ હોસ્પીટલના થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કિડની-કેન્સરના દર્દીઓ તથા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે હેતુથી તા.26ને રવિવારે, સવારે 10થી5, હમીરજી ગોહિલ સર્કલ, લિલાવતી ભવન સામે, સોમનાથ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સોમનાથ તીર્થક્ષેત્રના વિકાસના સ્વપ્નદ્રષ્ટા અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન એવા સોરઠના પનોતા પુત્ર સ્વ. કેશુભાઈ પટેલની પ્રથમ માસીક પુણ્યતીથી નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટના સુરૂભા જાડેજા, મિલનભાઈ જોષી, મહેન્દ્રસિંહ વાળા તથા શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી, વૈભવ વખારીયા, જીજ્ઞેશ શાહ તથા સિવિલ હોસ્પીટલ બ્લડ બેંકના એમ.ડી. પેથો. લોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે.


Related News

Loading...
Advertisement