લગ્નના 25 વર્ષ બાદ પરિણીતાને સાસરીયાએ કાઢી મુકી: મહિલાએ ભરણપોષણનો કેસ કર્યો

28 November 2020 05:29 PM
Rajkot
  • લગ્નના 25 વર્ષ બાદ પરિણીતાને સાસરીયાએ કાઢી મુકી: મહિલાએ ભરણપોષણનો કેસ કર્યો

રાજકોટ તા.28
હાલ રાજકોટમાં વિષ્ણુનગર શેરી નં.2, રાધે હોટલ, મવડી ચોકડી પાસે, રાજકોટમાં તેમના પિયરમાં રહેતી પરિણીતા નીતાબેન વર્ષ 1995માં જ્ઞાતિના રીતરિવાજ મુજબ બીપીનભાઈ નટુભાઈ અંદ્રપીયા સાથે લગ્ન કરેલા. લગ્ન બાદ અરજદારને થોડા સમય સારી રીતે રાખેલ ત્યારબાદ અરજદારમાં કોઈ કસુર ન હોવા છતાં સામાવાળા તરફથી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા તથા મારકુટ કરતા હતા. તેમજ અરદનારને તેમના પુત્ર તથા પુત્રી પણ શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા.આ કામના અરજદારને છેલ્લાં ઘરાં સમયથી ડાયાબીટીસની બિમારી હોય જે એક વર્ષથી ખૂબ જ વધી જતા આ કામના અરજદારને પગ કપાવવો પડેલ હોય જેથી આ કામના સામાવાળાએ સારવાર કરવાને બદલે તેમના ઘરમાંથી માર મારીને કાઢી મુકેલ છે. તેથી આ કામના અરજદાર ત્યારથી પોતાના પિયરમાં ઓશીયાળુ જીવન જીવે છે. તેમજ આ કામના અરજદારના પુત્ર પણ પોતાના પિતાની સાથે મળીને તારે છુટાછેડા લેવા માટે કેટલા રૂપિયા જોઈએ છે તેવું કહીને માનસિક ત્રાસ આપે છે. તેથી આ કામના અરજદારને ના-છુટકે આ કામના સામાવાળા વિરુદ્ધ ભરણપોષણની ફરિયાદ કરી છે. આ કામના અરજદાર વતી શાસ્ત્રી શૈલેષ ગોંડલીયા, ભુમીકા ગૌસ્વામી, સંદીપ જેઠવા, રાહુલ પંડયા વકીલ તરીકે રોકાયા હતા.


Related News

Loading...
Advertisement