વિદાય લઈ રહેલા નવેમ્બર માસના અંતિમ દિવસોમાં શિયાળાની ઋતુમાં ઠંડીમાં વધારો વહેલી સવારે અને રાત્રીના ઠંડીનું જોર વધતા લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ઠંડક સાથે પવન ફુંકાતા દિવસભર લોકો ગરમ વસ્ત્રોમાં સજજ થઈ બહાર નીકળી રહ્યા છે. દિવસભર ઠંડો પવન ફુંકાતા કોરોના કાળમાં તાવ, શરદી, ઉધરસ થવાના ડરના લીધે પણ લોકોએ વધુમાં વધુ ગરમ પીણા, ખોરાક ઉકાળાના સેવન સાથે ઠંડીથી બચવાના તમામ પ્રકારે જાગૃતિ દાખવી રહ્યા છે. દિવસે ઠંડો પવન ફુંકાતા બેઠા ઠાર જેવી સ્થિતિમાં લોકો સ્વેટર, મોજા પહેરી બહાર નીકળી રહ્યા છે. રાત્રીના ઠંડીથી બચવા ઠેર-ઠેર સ્થળો તાપણા શરૂ થયા છે.