અમદાવાદ તા.28
કોરોના વાયરસની વેકસીન સાથે સંકળાયેલા કાર્યોની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા હતા. અહીં ચાંગોદર સ્થિત ઝાયડસ કેડીલાના પ્લાન્ટની તેઓએ મુલાકાત લીધી હતી. પીએમની મુલાકાત દરમિયાન પ્લાન્ટ બહાર અને હેલીપેડ નજીક લોકોની ભીડ ઉમટી પડી હતી. જેની કેટલીક તસવીરો સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે. સોશ્યલ મીડિયા પર તેમના કરોડો ફોલોઅર્સ છે.આજે વડાપ્રધાન દેશમાં વેકસીન યાત્રા પર નિકળ્યા છે. ભારતમાં બની રહેલી કોરોના વેકસીનના પ્લાન્ટની તેમણે કામગીરી નિહાળી હતી તેઓ અમદાવાદમાં ઝાયડસ કેડીલાના પ્લાન્ટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પ્લાન્ટમાં એક કલાક સુધી રોકાણ કર્યુ હતું અને વૈજ્ઞાનિકો સાથે વેકસીન અંગે ચર્ચા કરી હતી. વેકસીનના ટ્રાયલ અંગે વૈજ્ઞાનિકોએ વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાનના આગમનની માહિતી મળતા જ લોકો પ્લાન્ટ બહાર એકઠા થઇ ગયા હતા. વડાપ્રધાને તેમનું અભિવાદન કર્યુ હતું. સામે આવેલી તસવીરોમાં જોવા મળે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા લોકો ખૂબ આતુર હતા અને હેલીપેડ નજીકની બિલ્ડીંગ પર લોકો ઉમટી પડયા હતા.