અટલ સરોવર પાસે કારે ઠોકરે લેતા છ વર્ષના બાળકનું મોત

28 November 2020 04:28 PM
Rajkot Crime
  • અટલ સરોવર પાસે કારે ઠોકરે લેતા છ વર્ષના બાળકનું મોત

નાની સાથે ભાગ લેવા જતા સમયે રોડ ક્રોસ કરતો હતો અને દુર્ઘટના બની : રાજુલાના ખેરવા ગામનો માસુમ મામાના ઘરે રોકાવા આવ્યો હતો

રાજકોટ, તા.28
નવા 150 ફુટ રીંગ રોડ પર અટલ સરોવર પાસે નાની સાથે રોડ ક્રોસ કરતો હતો ત્યારે કારે ઠોકરે લેતા માસુમનું મોત થયું હતું. બનાવના પગલે કોળી પરિવારમાં માતમ છવાય ગયો હતો. અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજુલાના ખેરવા ગામમાં રહેતો પૃથ્વીરાજ હેંમતભાઇ સીયાણી (ઉ.વ.6) નામનો બાળક તા. 25/11ના તેના નાની સાથે ભાગ લેવા જતો હતો. દરમિયાન નવા 1પ0 ફુટ રીંગ રોડ પર અટલ સરોવરની દિવાલ પાસે રોડ ક્રોસ કરતો હતો. ત્યારે સેન્ટ્રો કારે ઠોકરે લેતા બાળક ગંભીર રીતે ઘવાયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. માસુમ એક ભાઇ એક બહેનના પરિવારમાં નાનો હતો. તેના પિતા મજુરી કામ કરે છે તે અહીં મામા-મામીના ઘરે રોકાવા આવ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક પોતાની કારમાં બાળકને હોસ્પિટલે લઇ ગયો હતો.


Related News

Loading...
Advertisement