અમદાવાદ તા.28
ફેરી બોટ સર્વિસ ચાલુ થયા પછી તે અવારનવાર ઘોંચ પડી હતી ત્યારે અમદાવાદથી કેવડીયા જે સી-પ્લેન સેવા શરૂ થઈ હતી તે હવે એક મહિનામાં જ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આ સી-પ્લેન સેવાનું ઉદઘાટન કર્યું હતું, મેન્ટેનન્સ સંબંધીત સમસ્યાઓને કારણે આ સી-પ્લેન સેવાને હાલ અસ્થાયી રૂપે બંધ કરાઈ છે.આ અંગેની વિગત મુજબ પીએમ મોદીએ અમદાવાદથી કેવડીયા માટે સરબમતી રિવરફ્રન્ટમાં જે સી પ્લેન સેવાની શરુઆત કરી હતી તેને એક મહિનાથી પણ ઓછા સમયની અંદર અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. સી પ્લેનમાં મેન્ટેનન્સ સંબંધીત સમસ્યાઓના કારણે આ સેવાને હાલ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. 19 સીટર આ પ્લેનને આજે