મોદીની વેકિસન યાત્રા : અમદાવાદના પ્લાન્ટમાં નિરીક્ષણ કર્યું

28 November 2020 03:35 PM
Ahmedabad Gujarat
  • મોદીની વેકિસન યાત્રા : અમદાવાદના પ્લાન્ટમાં નિરીક્ષણ કર્યું
  • મોદીની વેકિસન યાત્રા : અમદાવાદના પ્લાન્ટમાં નિરીક્ષણ કર્યું

મિશન વેકિસન અંતર્ગત મોદીએ અમદાવાદ સહિત પૂના, હૈદ્રાબાદના પ્લાન્ટની મુલાકાત લીધી :અમદાવાદમાં ઝાયડસ કેડિલાના પ્લાન્ટમાં વડાપ્રધાને 40 મિનિટ બેઠક કરી વેકિસનની માહિતી મેળવી વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી : કેડિલાના ચેરમેન પંકજ પટેલ, એમ.ડી.શર્વિલ પટેલે મોદીનું સ્વાગત કર્યુ

અમદાવાદ તા.28
કોરોના મહામારીને નાથવા વિશ્ર્વ સહિત ભારતમાં કોરોના વેકિસન બની રહી છે ત્યારે ભારતમાં હાલ અમદાવાદ, પૂના, અને હૈદરાબાદના વેકસીન પ્લાન્ટમાં તૈયાર થઇ રહેલી વેકસીનનું નિરીક્ષણ પરીક્ષણ કરવા વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી યાત્રા દરમિયાન સૌ પ્રથમ અમદાવાદ ખાતે ચાંગોદરામાં ઝાયડસ કેડિલાના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી અને વેકસીનની વિગત મેળવીને વૈજ્ઞાનિકો સાથે વેકસીન અંગે સમીક્ષા કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર મારફતે ચાંગોદર પહોંચ્યા હતા અને ચાંગોદરાના ઝાયડસ કેડીલાના પ્લાન્ટમાં કંપની દ્વારા બનાવવામાં આવેલી ઝાયકોવ-ડી વેક્સીનનું પ્લાન્ટમાં નિરીક્ષણ કર્યું હતું. ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ એમડી શર્વિલ પટેલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. જેના બાદ પીએમ મોદીએ વેક્સીનનું ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. મુલાકાત બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા.


ઝાયડસ કેડિલાના પ્લાન્ટ પર પીએમ મોદીએ 40 મિનીટ સુધી બેઠક કરી હતી, જેમાં પ્રધાનમંત્રી સાથે ચેરમેન પંકજ પટેલ અને વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. તેના બાદ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતુંપીએમ મોદીએ કંપનીના બાયોલોજિકલ પ્લાન્ટમા ફરીને નિરીક્ષણ કર્યું હતું. જેમાં કોરોના વેક્સીનના ક્લિનિકલ ડેવલપમેન્ટ પર પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. કેડિલાના ચેરમેન પંકજ પટેલેને તેઓને રસીની તમામ માહિતી પૂરી પાડી હતી. પંકજ પટેલે તેઓને કંપની દ્વારા બનાવાયેલી વેક્સીનની સમગ્ર માહિતી આપી હતી. વેક્સીનની બનાવટથી લઈને તે કેવી રીતે કામ કરશે તે તમામ માહિતી મેળવી હતી. રસીના પરીક્ષણ અને ડિસ્ટ્રીબ્યુશન અંગે પણ ચર્ચા કરી હતીપ્લાન્ટ પર પહોંચ્યા બાદ પંકજ પટેલના પરિવાર દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરાયું હતું. તો શર્વિલ પટેલના બાળકો સાથે પ્રધાનમંત્રીએ નાનકડો વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનંમંત્રીને બાળકો પહેલેથી જ વ્લાહા છે, તેથી તેઓ પ્લાન્ટમાં શર્વિલ પટેલના બાળકો સાથે જોવા મળ્યા


પીએમ મોદીએ પ્લાન્ટમાં પંકજ પટેલ, શર્વિલ પટેલ તથા વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી. જેમાં તેઓએ કંપની દ્વારા બનાવવામાં આવેલી ઝાયકોવ-ડી વેક્સીન વિશેની માહિતી મેળવી હતી.પીએમઓ દ્વારા ટ્વીટ કરાઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત કરશે. તેઓ અમદાવાદના ઝાડયસ કેડિલા પાર્ક (ુુમીત ભફમશહફ), હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જશે.અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા કંપનીનો પ્લાન્ટ આવેલો છે. ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે પીએમ મોદીએ આજે પ્લાન્ટની વિઝીટ કરી હતી. ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની 2 ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા 10 કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરાયો છે. ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.વધુમાં જાણવા મળતી વિગત મુજબ વડાપ્રધાન મોદીની અમદાવાદ મુલાકાત દરમિયાન ચાંગોદરામાં ઝાયડસ કેડીલા પાર્ક પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. જયાંથી તેઓને રસ્તા પર પસાર થવાના હતા. તે માર્ગ સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો. અમદાવાદની મુલાકાત બાદ મોદી પૂના ખાતે વેકસીન સેન્ટરની મુલાકાતે જવા રવાના થયા હતા. પૂનાથી મોદી હૈદરાબાદના વેકસીન સેન્ટરની મુલાકાત લેશે.


Related News

Loading...
Advertisement