જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે 40,000 ગુણી મગફળીની બમ્પર આવક થવા પામી છે. માર્કેટીંગ યાર્ડનાં પ્રમુખ દેવાભાઈ પરમારના જણાવ્યા અનુસાર ગઈકાલે 20 કલાકમાં અંદાજીત 40000 જેટલી મગફળીની ગુણીની આ આવક યાર્ડમાં થવા પામી છે તેમજ યાર્ડમાં ખેડુતોને મગફળીનો ભાવ પણ સારો મળી રહેતા ખેડુતોમાં પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. (તસ્વીર અને અહેવાલ: ભરત ગોહેલ, જામજોધપુર)