ભાણવડની પરિણીતાને ત્રાસ આપતાં પતિ સામે ફરિયાદ

28 November 2020 03:32 PM
Jamnagar
  • ભાણવડની પરિણીતાને ત્રાસ આપતાં પતિ સામે ફરિયાદ

દ્વારકા જિલ્લાના પોલીસ સમાચાર

ભાણવડમાં તાલુકાના જસાપર ગામે રહેતી અને રાજાભાઈ ચનાભાઈ સાગઠીયાની 35 વર્ષીય પુત્રી ચંદ્રિકાબેન દિનેશભાઈ વિંઝુડાને તેણીના લગ્ન જીવન દરમિયાન ચાર વર્ષ બાદથી જામજોધપુર તાલુકાના પરડવા ગામે રહેતા તેણીના પતિ દિનેશ દાનાભાઈ વિંઝુડા દ્વારા અવાર-નવાર શારીરિક અને માનસિક દુ:ખ- ત્રાસ આપવામાં આવતા આ બનાવ અંગે અહીંના મહિલા પોલીસે આરોપી પતિ સામે આઇ.પી.સી. કલમ 498(એ), 323, તથા 504 મુજબ ગુનો નોંધ્યો છે.

ભાણવડમાં વધુ બે આસામીઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી
ભાણવડ તાલુકાના ભેનકવડ ગામે રહેતા આસિફ હુશેનભાઈ ઉનરાણી નામના 35 વર્ષના યુવાન કોરોના વાયરસથી હાલ મહામારીમાં સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા હોય, તેમણે જરૂરી હેલ્થ કાર્ડ ન કઢાવતા આ અંગે ભાણવડ પોલીસ તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા ખીમાભાઈ જેઠાભાઈ વારોતરીયા નામના 44 વર્ષીય આહીર ખેડૂતે પોતાના ખેતરમાં પરપ્રાંતિય શ્રમિકોને રાખી, અને જરૂરી આઈ.ડી. પ્રૂફ ન રાખતા તેમની સામે પણ ભાણવડ પોલીસે આઈપીસી કલમ 188 મુજબ ગુનો નોંધ્યો છે.

ખંભાળિયાની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ સબબ યુવાન સામે ફરિયાદ
ખંભાળિયાના પોલીસ સ્ટેશન પાછળ વિસ્તારમાં રહેતી આશરે સાડા સતર વર્ષની વયની એક સગીરાને શહેરના રાવળ પાડા વિસ્તારમાં રહેતા ગુડ્ડુ ઉર્ફે ધવલ નારણભાઈ હરદાસાણી ગામના આશરે વીસેક વર્ષના યુવાન દ્વારા અવારનવાર પીછો કરી અને આ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી. આ લાલચ આપી આરોપી શખ્સે સગીરાને લલચાવી- ફોસલાવી અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હોવાનું ખુલવા પામ્યું છે.
આમ, સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી, અને તેણીનું વાલીપણામાંથી અપહરણ કરીને લઈ જવા અંગેની સગીરાની ફરીયાદ પરથી પોલીસે ગુડ્ડુ ઉર્ફે ધવલ હરદાસાણી સામે આઈ.પી.સી. કલમ 363, 366, 376, તથા પોક્સો એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી, અહીંના પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. ગઢવી દ્વારા આરોપી શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે.


Loading...
Advertisement