બાલંભા આશ્રમમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર મહંતની ધરપકડ

28 November 2020 03:26 PM
Jamnagar Crime
  • બાલંભા આશ્રમમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર મહંતની ધરપકડ

રીમાન્ડ મેળવવા પોલીસની તજવીજ

જામનગર તા.28:જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે આવેલા આશ્રમના મહંતની ધરપકડી કરી લેવામાં આવી છે. આ મહંતે ફેબ્રુઆરી માસના ગાળા દરમ્યાન એક મહિલા પર બળત્કાર ગુર્જાયો હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસે મહંતને કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં આવેલા ઉદાસીન આશ્રમમાં મહંત હરિદાસ બાપુ (ઉ.વ.56)એ બાલંભા ગામની એક મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવાઇ હતી. ગત ફેબ્રુઆરી માસના ગાળા દરમ્યાન મહિલાને સેવા કરવાના બહાને એક દિવસ માટે આશ્રમે રોકી લઇ મહંતે દુષ્કર્મ આચાર્યાનો આરોપ લગાવાયો છે. પોતાની તબિયત સારી ન હોવાથી તેણીને આશ્રમે રોકી લઇ મહંતે મોઢુ કાળુ કર્યુ હોવાની વિગતો સામે આવી છે. સેવાકાર્યમાં રોકાયેલ મહિલા સાથે શારીરીક અડપલા કર્યા હોવાની વિગતો જાહેર થઇ છે. સામાજમાં પ્રતિષ્ઠા જવાની બીકે ફરિયાદ કરવાનું ટાળ્યા બાદ મહંતની ધાકધમકીઓ શરૂ થતા તેણીએ ના છુટકે જોડિયા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને જોડિયા પોલીસે મહંતની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement