મેડીકલ કોલેજ કેમ્પસમાંથી થયેલ બુલેટ ચોરીનો ભેદ ઉકેલાયો

28 November 2020 03:16 PM
Jamnagar Crime
  • મેડીકલ કોલેજ કેમ્પસમાંથી થયેલ બુલેટ ચોરીનો ભેદ ઉકેલાયો

હોસ્પિટલમાં પ્રાઇવેટ નોકરી કરતા શખ્સની બુલેટ સાથે ધરપકડ

જામનગર તા.28:
જામનગરની મેડીકલ કોલેજ કેમ્પસમાંથી થયેલા બુલેટ ચોરીના બનાવમાં પોલીસે ભેદ ઉકેલી નાખી અહીંની જ હોસ્પિટલમાં પ્રાઇવેટ નોકરી કરતા શખ્સને સીટી બી ડિવિઝન પોલીસે આંતરી લઇ બુલેટ કબ્જે કર્યુ છે.જામનગરમાં છ દિવસ પૂર્વે એમ.પી.શાહ ગવર્મેન્ટ કોલેજ કેમ્પસમાં આવેલ હોસ્ટેલ નં.5ના પાર્કિગમાંથી નવેનવા બુલેટની ચોરી થઇ ગઇ હતી. આ ચોરી અંગે બુલેટના માલિકે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસે જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસી ટીવી કેમેરાના ફૂટેજ નિહાળી એક શંકાસ્પદ શખ્સની ભૂમિકા સામે આવી હતી. જેમાં હોસ્પિટલમાં જ ખાનગી નોકરી કરતા અને જામનગર નજીકના ગોરધનપર-નાઘેડી ગામના સન એરીયામાં રહેતા યોગેશ ભરતભાઇ ગુજરાતીનામના શખ્સની ભૂમિકા સામે આવતા પોલીસે તેને આંતરી લઇ પુછપરછ કરી હતી. જેમાં આ શખ્સે ચોરી કર્યાની કબુલાત કરી બુલેટ કાઢી આપ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી સીટી બી ડિવિઝનના પીઆઇ કે.એલ.ગાધે તથા પોલીસ હેડ કોન્સ.શોભરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ તથા પો.કોન્સ કિશોરભાઇ પરમાર, ફૈજલભાઇ ચાવડા, યુવરાજસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ દ્વારા કરવમાં આવેલ છે.


Related News

Loading...
Advertisement