લોન મોરેટોરિયમ મામલે સરકાર ફરી જતા સુપ્રિમ કોર્ટ ખફા

28 November 2020 02:16 PM
India Top News
  • લોન મોરેટોરિયમ મામલે સરકાર ફરી જતા સુપ્રિમ કોર્ટ ખફા

8 કેટેગરીમાં વ્યાજ માફ કરવાનો સુપ્રિમે સરકારને નિર્દેશ આપ્યો

નવી દિલ્હી, તા. ર8
લોન મોરેટોરીયમ મામલે સરકારે મોટી મોટી જાહેરાતો કર્યા બાદ હાથ ખંખેરી નાખતા સુપ્રિમ કોર્ટ સરકાર પર બગડી હતી અને 8 કેટેગરીમાં વ્યાજ માફ કરવાના નિર્દેશ આપ્યા હતા.સુપ્રીમ કોર્ટે આજે સરકારને નિર્દેશ આપ્યા હતાં કે તે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આઠ કેટેગરીમાં બે કરોડ રૂપિયા સુધીની લોનનું વ્યાજ પર વ્યાજ માફ કરવાના પોતાના નિર્ણયનો અમલ સુનિશ્ચિત કરે.ન્યાયમૂર્તિ અશોક ભૂષણના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે કોરોનાને કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી છે તથા દેશ અને સમગ્ર વિશ્વના દેશો આર્થિક વિકાસ પર નકારાત્મક અસર જોવા મળી છે.


જે આઠ સેક્ટરની લોન પર વ્યાજનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે તેમાં એમએસએમઇ(માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ), શિક્ષણ, હાઉસિંગ, ક્ધઝ્યુમર ડયુરેબલ, ક્રેડિટ કાર્ડ, ઓટોમોબાઇલ, પર્સનલ અને ક્ધઝમશનનો સમાવેશ થાય છે.ન્યાયમૂર્તિ અશોક ભૂષણ ઉપરાંત ન્યાયમૂર્તિ આર એસ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બનેલી ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ મળેલી સત્તા હેઠળ ભારત સરકારે કોરોનાને અંકુશમા લેવા માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. આ લોકડાઉનને કારણે ખાનગી અને જાહેર સેક્ટર પર નકારાત્મક અસર જોવા મળી હતી.ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ 3 માર્ચથી 31 ઓગસ્ટ સુધી છ માસ માટે લોનધારકોને હપ્તા ભરવામાંથી મુક્તિ આપી હતી. આ સમયગાળાના હપ્તા પર વસુલવામાં આવતા વ્યાજ પર વ્યાજની જાહેરાત અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા સરકાર અને આરબીઆઇએ વ્યાજ પર વ્યાજ માફ કરવાની જાહેરાત કરી હતી.


Related News

Loading...
Advertisement