ટંકારામાં 10 વર્ષના બાળક સાથે ચાર શખ્સોનું સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય : વિડીયો વાયરલ

28 November 2020 01:26 PM
Morbi Crime
  • ટંકારામાં 10 વર્ષના બાળક સાથે ચાર શખ્સોનું સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય : વિડીયો વાયરલ

પોલીસે વિડીયો કલીપ મેળવી હાથ ધરેલી તપાસથી ચકચાર

મોરબી તા.28
મોરબી જીલ્લાના ટંકારા તાલુકા પંથકમાં એક બાળકની સાથે ચાર કિશોર દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું અને આટલું જ નહીં તેનો વિડીયો બનાવીને તેને સોશ્યલ મીડિયામાં તેના વિડિયોને વાઇરલ કરવામાં આવ્યો હતો જેની જાણ બાળકના પિતાને થતાં હાલમાં તેને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનારા ચારેય કિશોરની સામે ટંકારા તાલુકા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.ટંકારા પોલીસ સ્ટેશનેથી મળી રહેલી માહિતી પ્રમાણે ટંકારા પંથકના દોઠ મહિના 10 વર્ષના એક બાળકની સાથે આશરે 15 થી 18 વર્ષના ચાર કિશોરો દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું અને આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં ઉતારીને તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યો હતો. આ વીડિયો ભોગ બનનાર બાળકના પિતાના ધ્યાને આવતા સમગ્ર ઘટના સામે આવી છે અને ભોગ બનનાર બાળકના પિતાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે હાલમાં એલસીબી અને ટંકારા પોલીસે વિડિયોમાં દેખાતા ચારેય કિશોરોને પકડવા માટે કવાયત હાથ ધરી છે અને બાળકની સાથે વિડિયોમાં દેખાતા કિશોરોએ એકથી વધુ વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું પણ ચર્ચાઇ રહયું છે.


Related News

Loading...
Advertisement