લીંબડીમાં અંબા માતાજીના મંદિર પાસે આશરે બે તોલાનો ચેન ઝૂંટવી આરોપીઓ બાઈક પર ફરાર

28 November 2020 12:53 PM
Surendaranagar Crime
  • લીંબડીમાં અંબા માતાજીના મંદિર પાસે આશરે બે તોલાનો ચેન ઝૂંટવી આરોપીઓ બાઈક પર ફરાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ર8
રેખાબેન ભુપતભાઇ પરશોત્તમભાઇ બારોટ ઉં.વ.66 ધંધો ઘરકામ રહે. આનંદપાર્ક સોસાયટી સ્ટેશન રોડ અંબેમાના મંદીર પાસે લીંબડીએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.25/11/2020 કલાક 17/30 વાગ્યે અંબેમાના મંદિર પાસે આરોપી એક અજાણ્યો પુરૂષ નામ સરનામુ નમુદ નથી. ઉં.વ.30 થી 35 વર્ષની ઉમર વાળો, કાળા કલરના મોટરસાયકલ પર બેસેલ અજાણ્યો પુરૂષ ફરીયાદી બહેન સાહેદ કોકિલાબેન સાથે પોતાના નિત્ય ક્રમ પ્રમાણે વોકિંગ કરી તેઓના ઘર તરફ પરત આવતા હતા તે વખતે અંબેમાના મંદીર પાસે પહોચતા આરોપી નંબર-1 નાએ એકાએક પાછળથી આવી ફરીયાદી બહેનનું ગળુ પકડી ગળામા પહેરેલ સોનાનો ચેઇન આશરે બે તોલા વજનનો કિં.રૂા.30,000/-નો ઝુટવી લઇ આગળ ઉભેલ સહ આરોપીના કાળા કલરના મોટરસાયકલમા બેસી બંન્ને આરોપીઓએ ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કરી સોનાનો ચેઇન ઝુટવી નાસી જઇ ગુન્હો કર્યો હતો. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. એન.એચ.સોલંકી લીંબડી પો.સ્ટેશન કરે છે.


પાણશીણા નજીક અકસ્માતમાં એકનું મોત
ફરીયાદી સમીર સ/ઓ સુરેશભાઇ જેઠાલાલ નાગડા જાતે જૈન ઉં.વ.35 ધંધો સી.એ. રહે.એ-75 સિલ્વર એપાર્ટમેન્ટ શંકર ઘનીકર માર્ગ સિધ્ધીવિનાયક મંદિર પાછળ દાદર વેસ્ટ મુંબઇ-400028 મો.નં.9987519944 નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.26/11/2020 સવારના પોણા અગીયારેક વાગ્યા ના અરશામાં ટોકરાળા કટારીયા ગામના બોર્ડ વચ્ચે રાજકોટ અમદાવાદ ને.હા.રોડ આરોપી હોન્ડા સીટી કાર નં.એમએમ-01-બીવાય-5468ના ચાલક અક્ષત પ્રધ્યુમનભાઇ જૈન રહે.મુંબઇ (મહારાષ્ટ્ર) ના હોન્ડા સીટી કાર પોતાના કબ્જા ભોગવટા વાળી ફુલ સ્પીડે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ જતા મોટરસાયકલની ઓવરટેક કરવા જતા ગાડીના સ્ટેપરીંગ ઉપરનો કાબુ નહી રહેતા ગાડી રેલાય જતા ગાડી ખાલી સાઇડમાં પલ્ટી ખવડાવી ફરીયાદી તથા સાહેદ રાધીકાને તથા પોતાને સામાન્ય ઇજા કરી તથા સાહેદ ટીનાને શરીરે નાની મોટી ઇજા કરી તથા મરણ જનાર સાહેદ હર્ષિત મનિષભાઇ ત્રિવેદીને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી ગુન્હો કર્યો હતો. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. આર.જે.જાડેજા પાણશીણા પો.સ્ટેશન કરે છે.


Related News

Loading...
Advertisement