સુરેન્દ્રનગરમાં સર્વિસમાં આપેલી કારમાં પડેલી ચેક બુક ચોરી અને નાણાંની ઉઠાંતરી કરાઇ

28 November 2020 12:46 PM
Surendaranagar Crime
  • સુરેન્દ્રનગરમાં સર્વિસમાં આપેલી કારમાં પડેલી ચેક બુક ચોરી અને નાણાંની ઉઠાંતરી કરાઇ

આરોપીએ ચોરેલી ચેકબુકમાંથી રૂા. 67200નો ચેક આપી કેમેરો ખરીદ કર્યો : આરોપી દ્વારા ચેકબુક માલિકના નામે ખોટી રીતે ફોન કરી અને હું વિશુભા ઝાલા પોલીસ બોલું છું તેમ કહી લોકોને લપેટમાં લીધા : એસ.બી.આઈના કર્મચારીઓએ ચેકમાં ખોટી સહી હોવા છતાં ચેક પાસ કરી નાખ્યા

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. ર8
સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થઇ રહ્યો છે જેમાં ખાસ કરીને ફ્રોડ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં વધુ એક આવો બનાવ સામે આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સીટી પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાવવામાં આવી છે કે સુરેન્દ્રનગરમાં આવેલું નેશનલ ગેરેજ માં વિસુભા ઝાલા દ્વારા પોતાની કાર સર્વિસમાં મૂકવામાં આવી હતી ત્યારે આ નેશનલ ગેરેજના સંચાલક દલસુખભાઈ દ્વારા આ કારને વોશિંગ કરાવવા માટે સંધિ સર્વિસ સ્ટેશનમાં આ કારને મોકલી આપવામાં આવી હતી.આ કારને વોશિંગ કરતા સમયે સંધિ સર્વિસ સ્ટેશનમાં વોશિંગ કરતા કર્મચારીને અંદરથી કાર માલિક ની ચેક બુક મળી હતી ત્યારે ચેકબુકની ઉઠાંતરી કાર સર્વિસ સમયે કાચ સર્વિસ કરતા કર્મચારી દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ ચેકબુકની ઉઠાંતરી કર્યા બાદ ચોરી કરનાર ચેકબુક માંથી આ સર્વિસ સ્ટેશન માં ફરજ બજાવતા અને ચેકબુકની ઉઠાંતરી કરતા કર્મચારી દ્વારા આ ચેક બુક માંથી ચેકો લખી અને વિવિધ પ્રકારની વસ્તુઓ ની ખરીદી કરવામાં આવી રહી હતી.


ત્યારે આ બાબત ની ફરીયાદ વિસુભા સતુભા ઝાલા જાતે ક્ષત્રિય ઉં.વ.62 ધંધો નિવ્રૃત રહે. સુરેન્દ્રનગર ગાયત્રી સોસાયટી સમલા હાઉસ સામે રાધે ટેનામેન્ટ પાછળ નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.22/10/2020 કલાક 07/33 વાગ્યે ગાયત્રી સોસાયટી સમલા હાઉસ સામે રાધે ટેનામેન્ટ પાછળ આરોપી સોહીલ અજીતભાઇ સંધી રહે.અલંકાર ટોકીજ પાસે સંધી ગેરેજ ફરીયાદીની ફોર વ્હીલ ગાડી આરોપીના સંધી ગેરેજ ખાતે સર્વીશમા જતા તેમા ફરીયાદીની બેંકની ચેકબુક ભુલથી રહી ગયેલ હોય તે ચેકબુક આરોપીએ ચોરી કરી તે ચેકમા ખોટી સહી કરી એસ.બી.આઇ. બેંકમા ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદીના રૂપીયા 67,200/- ના ચેકનો ખોટો દુર ઉપયોગ કરી ગુનો કર્યો હતા. આ બનાવની તપાસ એ.એસ.આઇ. એચ.કે.સોલંકી સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટેશન નાઓ કરે છે.


આ ચેકબુકની ઉઠાંતરી બાદ ચેકબુક ની ચોરી કરનાર આરોપી દ્વારા કેમેરો લેવા માટે 67200 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો ત્યારે એસબીઆઈના કર્મચારીઓ દ્વારા વગર સહી-સિક્કા જ હોય અને ખોટી થી પણ આ ચેક પાસ કરી અને કેમેરા ની ખરીદી ઉપર 67200 રૂપિયાની ચૂકવણી આ ચેક બુક ના મૂળ માલિકના ખાતામાંથી કરી નાખવામાં આવી હતી ત્યારે આરોપી દ્વારા બીજો ચેક 59890 રૂપિયાનો રિલાયન્સ રિટેલ લિમિટેડ નામનો લખવામાં આવ્યો હતો ત્યારે આ ચેક નામંજૂર થતાં ફરી અન્ય ચેક આરોપી દ્વારા આટલી જ રકમનું ફરી લખવામાં આવ્યો હતો.ત્યારે સતત બીજી વખત આ ચેક લખવામાં આવતા અને પાછો ફરતા સમગ્ર માહિતી નો ભાંડો ફૂટવા પામ્યો હતો અને તાત્કાલિક ધોરણે જે મૂળ માલિકીની ચેકબુક હતી તેમના માલિક વીસુભા ઝાલા આ બાબતની જાણ બેન્કના મેનેજરને કરવામાં આવી હતી અને સમગ્ર પાસબુક ને બ્લોક કરવામાં આવી હતી અને તાત્કાલિક કોણે સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ પણ હાલમાં નોંધાવવામાં આવી છે.

આરોપી દ્વારા 20 ચેકમાંથી 3 ચેક વટાવવાનો પ્રયાસ

સુરેન્દ્રનગર શહેરમાં છેતરપિંડીના કેસોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે જેમાં ખાસ કરીને બેન્ક માં પડેલા નાણાની છેતરપિંડી કરવાના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ છેતરપીંડીનો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સામે આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરની ગાયત્રી સોસાયટીમાં રહેતા વીસુભા ઝાલા પોતાની ગાડી સર્વિસમાં આપવા સમયે ચેકબુક અંદર રાખવામાં આવી હતી તે ચેકબુકની ઉઠાંતરી કરી અને આરોપી દ્વારા ચેક વટાવી અને વિવિધ વસ્તુઓની ખરીદી કરવાનો બનાવવા સામે આવવા પામી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલી નેશનલ ગેરેજમાં ગાડી સર્વિસ માટે આપવામાં આવી હતી તે સમયે ગાડી વોશિંગ કરાવવા માટે અન્ય સર્વિસ સ્ટેશનમાં આ કારને નેશનલ ગેરેજના સંચાલક દ્વારા આપવામાં આવી હતી તે સમયે ગાડી વોશિંગ કરતા ગાડીમાંથી ગાડીના માલિક ની ચેકબુક મળી આવી હતી અને ચેકબુકની ઉઠાંતરી કરતા કર્મચારી દ્વારા કરવામાં આવી હતી અને જેમાં 20 જેટલા ચેક આ ચેક બુક માં હતા.આ ચેક બુક માંથી ત્રણ જેટલા ચેક નો ઉપયોગ ચોરેલી ચેક બુકમાંથી આરોપી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી દ્વારા સૌપ્રથમ વખત 67200 રૂપિયાની કિંમતનો સોની કંપનીનો કેમેરો ખરીદવા માટે ચેક આપવામાં આવ્યો હતો તે ચેક એસબીઆઇ બેન્ક નો હતો ત્યારે બેંકના કર્મચારીઓ દ્વારા ચેક ની કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર આ ચેક પાસ કરી આપવામાં આવ્યો હતો. ત્યારે અન્ય બે ચેકો પાછા ફરવા પામ્યા હતા ત્યારે સર્વિસ સમયે મળેલી ચેક બુક માંથી ત્રણ ચેક નો ઉપયોગ ઝડપાયેલા આરોપી દ્વારા કરવામાં આવ્યા હોવાનું હાલમાં પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે

વસ્તુ ખરીદી કરતા સમયે "હું વિશુભા ઝાલા પોલીસ ASI બોલું છું" તેમ કહી વેપારીઓને જાળમાં ફસાવાતા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડીના બનાવવાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે ત્યારે વધુ એક છેતરપીંડીનો ઘણા હાલમાં સામે આવવા પામી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી રાધે ટેનામેન્ટમાં વસવાટ કરતા અને પોતે આઈટીઆઈમાં થી નિવૃત્ત કર્મચારી ના ખાતા માંથી 67200 રૂપિયાની ઉઠાંતરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે ત્યારે વિશુભા ઝાલા દ્વારા આ બાબતની ફરિયાદ સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે ત્યારે તેમણે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ગાડી સર્વિસ કરવા આપી હોય અને વોશીન કામ કરતા કર્મચારી દ્વારા ગાડી માં પડેલી ચેકબુકની ઉઠાંતરી કરી અને વસ્તુ ખરીદી ના ચેક લખી અને નાણાની બેન્કમાંથી ઉઠાંતરી કર્યા હોવાની ફરિયાદ સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકમાં નોંધાવા માં આવી છે.આ ચેકબુકની ઉઠાંતરી કરનાર આરોપી દ્વારા કોઈ પણ વસ્તુની ખરીદી કરતા સમયે વેપારી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવતી હતી અને આ વાતચીત દરમિયાન પોતે એ.એસ.આઇ પોલીસ અધિકારી વિસુભા ઝાલા વાત કરે છે તેમ કહી અને વેપારીઓને વિવિધ વસ્તુઓ ખરીદી માટે જાળમાં ફસાવવા માં આવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે ત્યારે પોતે સર્વિસ સ્ટેશન નું કામ કરતા હોવા છતાં પણ પોતે પોલીસ હોવાનું કહેતા વેપારીઓ વસ્તુ આપવા માટે જાળમાં ફસાવી રહ્યા હતા


Related News

Loading...
Advertisement