ઉપલેટા, તા.28
ઘરફોડ ચોરી તેમજ લૂંટના ગુનાના બે આરોપીને ભાયાવદર પોલીસે દબોચી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે ભાયાવદર પો.સ્ટે.ગઇ તા.16/11/2020 ના રોજ એક ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ થયેલ હોય જેમાં મોટી પાનેલીમા આવેલ ઠાકરશી કરીયાણા સ્ટોર માંથી કોઇ અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી બારી તોડી રોકડ રૂપીયા 24,500/- તથા "ન્યુ જલારામ પાનની" દુકાનમાથી રોકડ રૂપીયા 3500/-ના મુદામાલની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હોય જે ગુન્હાની ગંભીરતા લઈ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એ.આર.ગોહીલ તથા ભાયવાદર પો.સ્ટે.ના પો.ઈન્સ. એસ.વી.ગોજીયા તથા સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી તેમજ એલ.સી.બી.ના માણસો સાથે પેટ્રોલીગમા હતા દરમ્યાન ભાયાવદર પો.સ્ટેના પો.હેડ.કોન્સ.સંજયભાઇ કિહલા તથા પો.કોન્સ. જયંતીભાઇ મકવાણા તેમજ એલ.સી.બી.ના પો.કોન્સ. દિવ્યેશભાઈ સુવા તથા નિલેશભાઈ ડાંગરને સંયુકતમાં ઉપરોકત ગુન્હાના આરોપીઓ અંગે સી.સી.ટી.વી.ફુટેઝ તેમજ ટેકનીકલ સ્ત્રોતથી મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે આરોપીઓ કુલ બે ચોરી કરેલ મુદામાલ એક ઝુપડામા પૈસાની ગણતરી કરતા હોય ત્યારે તાત્કાલીક પહોચી જઇ ચોરીમાં ગયેલ રોકડ મુદામાલ સાથે બન્ને આરોપીઓને ઝડપી પાડી ઉપરોકત વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ બનાવમાં સાયમલભાઇ ઉર્ફે સાયમંડ ઉર્ફે વિશાલ છગનભાઇ ભાભોર જાતે-અનુ.જન.જાતી ઉવ.27 ધંધો-મજુરી (રહે- મીનામા ફળીયુ ખજુરીયા તા-ગરબાડા જી-દાહોદ) તથા કોલેજ ઉર્ફ કોયલો રસુલભાઈ મીનામા જાતે અનુ.જન.જાતી ઉ.વ. 25 (રહે. હાલ હરીયાસણ ગામની સીમ મુળ રહે.ખજુરીયા ગામ મીનામા ફળીયા તા. ગરબાડા જી. દાહોદ)ને પોલીસે દબોચી લીધા છે.જેન્તીભાઇ જવસિંગભાઇ પલાસ (રહે-ખજુરીયા ખાડા ફળીયુ તા-ગરબાડા જી-દાહોદ)ને ઝબ્બે કરવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં રોકડ રૂપીયા 16300/- મોબાઇલ નંગ-4 કી.રૂ.4500/- ડીસમીસ-1 તથા હાથબતી-1 પોલીસે કબ્જે કરી તપાસ શરૂ કરી છે.