ઘરફોડ ચોરી અને લાખોની લૂંટ કરનાર આંતરરાજય ગેંગ ઝડપાઇ : ચારની ધરપકડ

28 November 2020 12:25 PM
Rajkot Crime
  • ઘરફોડ ચોરી અને લાખોની લૂંટ કરનાર આંતરરાજય ગેંગ ઝડપાઇ : ચારની ધરપકડ

રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે રાજકોટ, ત્રંબા, રતનપર, પાળ, ગોંડલ અને જામનગર, સુરત, ચોટીલા સહિત મઘ્યપ્રદેશના 14 ગુનાઓનો ભેદ ઉકેલાયો

રાજકોટ તા.28
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.આર.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રવિ દેવભાઇ બારડ, કોન્સ્ટેબલ પ્રકાશભાઇ પરમાર, રહિમભાઇ દલ, પીએસઆઇ એચ.એમ.રાણા, એએસઆઇ પ્રભાતભાઇ બાલાસરા વગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતા ઘરફોડ ચોરી અને લૂંટ કરતી આંતરરાજય ગેંગના ચાર સાગ્રીતોને પાંચ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓએ 14 લૂંટ-ચોરી કર્યાની કબુલાત આપી હતી.

જેમાં આરોપીઓએ ગત તા.29/2 ના રાત્રીના રતનપર, રત્નમ રેસી. મોરબી હાઈવે રામજી મંદીરની બાજુમાં એક મકાનમાં વંડી ટપી મકાન તથા બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી રૂ. 50 હજારની કિંમતના સોનાના 3 તોલા અને 40 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ગત સપ્ટેમ્બર માસમાં રતનપર રામજી મંદીરની બાજુમાં એક મકાનની બારીમાંથી બે મોબાઈલ ફોનની ચોરી કરી હતી.

ગત ઓકટોબર માસમાં રાત્રીના સમયે રાજકોટ તાલુકાના ત્રંબા ગામે ગ્રીન સ્કૂલમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાંથી મોબાઇલની ચોરી કરી હતી. ત્યારે લોકો જાગી જતા આરોપીઓએ પથ્થર મારો કર્યો હતો. તા .31/10ના રોજ રાત્રીના સમયે રાજકોટના રેલનગર પાછળ મેરી ગોલ્ડ હાઈટસની બાજુમાં ક્રીષ્ના બંગલોઝમાં એક મકાનમાં પ્રવેશી રૂમમાંથી સોનાના ચાંદીના દાગીના મળી કુલ કિ .23,800ની ચોરી કરી હતી.

ગત ઓકટોબર માસમાં જામનગરમાં બે અલગ - અલગ જગ્યાએથી બે મકાનોમાંથી 2 મોબાઈલ ફોનની ચોરી કરી તેમજ એક મંદીરમાં દાનપેટીમાંથી ચોરી કરી હતી. ગત ઓકટોબર માસમાં રાત્રીના સમયે ત્રંબા ગામે સંસ્કૃતિ ’ રેસીડેન્સીમાંથી એક મકાનમાંથી મોબાઈલ ફોન, લોધિકાના પાળ ગામે એક મકાનમાંથી 74000 ના સોનાના દાગીના, અને રોકડ રૂ.3000, આ સિવાય ગત તા.10/8ના રાત્રીના સમયે ગોંડલ વૃંદાવન સોસાયટી-1 માં એક મકાનમાં બારીનો સળીયો તોળી મકાનના સી.સી.ટી.વી. કેમેરા ફેરવી નાંખી રૂમ તથા ઓસરીના કબાટ તથા ટેબલના ખાનામાંથી રોકડ રૂ.83,300 ભરેલ થેલાની ચોરી કરી તેમાંથી રૂપીયા કાઢી લઈ માલધારી હોટલ સામે થેલો ફેંકી દીધો હતો. ઓગષ્ટ માસમાં ચોટીલાના એક મકાનમાંથી બે મોબાઈલ ફોનની ચોરી કરી હતી. ઉપરાંત મધ્યપ્રદેશમાં બે લૂંટ અને સુરતમાં પણ ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો.પોલીસ તપાસમાં આ ગેંગના ગોવિંદ નામના શખ્સનું નામ ખુલ્યું છે.

પકડાયેલા આરોપીઓના નામ
રૂરલ ક્રાઇમ બ્રાંચે આંતર રાજય ગેંગના અનસિંગ મનજીભાઇ કામલીયા (ઉ.વ.23, રહે.ખડખુઇ તા.રાણાપુર, જી.જાંબુઆ મઘ્યપ્રદેશ, રાજુ ધુમસીંગ વસુનીયા (ઉ.વ.22) રહે.છાપરી, તા.રાણપુર, જી.જાંબુઆ), રાહુલ અમરશીભાઇ વશુનીયા (ઉ.વ.26, રહે.કોટડા નાયાણી, દિલીપભાઇ વલ્લભભાઇ પટેલની વાડીમાં, તા.વાંકાનેર મૂળ ચામજર, તા.કુકશી, જી.ધાર), દિપુ મનુભાઇ વસુનીયા (ઉ.વ.2પ, રહે.છાપરી, તા.રાણપુર, જી.જાંબુઆ


Related News

Loading...
Advertisement