કાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજો વન-ડે: શ્રેણીમાં ટકી રહેવા કોહલીસેનાએ જીતવું જ પડશે

28 November 2020 12:10 PM
Sports
  • કાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજો વન-ડે: શ્રેણીમાં ટકી રહેવા કોહલીસેનાએ જીતવું જ પડશે

છઠ્ઠા બોલરની ખોટ ઉપરાંત હિટમેન રોહિત શર્માની ગેરહાજરી વર્તાશે: સવારે 9:10 વાગ્યાથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મુકાબલો શરૂ

નવીદિલ્હી, તા.29
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીનો બીજો મેચ આવતીકાલે સવારે 9:10 વાગ્યાથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાશે. આ મેદાન ઉપર બન્ને ટીમ વચ્ચે પહેલો મેચ રમાયો હતો. શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતે આ મેચમાં કોઈ પણ ભોગે જીત મેળવવી જ પડશે. જો કે ઓસ્ટ્રેલિયાની અત્યારની ટીમને તેના ઘરમાં હરાવવી વિરાટ કોહલી એન્ડ કંપની માટે બિલકુલ સરળ રહેવાની નથી.

ભારત માટે સૌથી મોટો પડકાર છઠ્ઠા બોલરનો વિકલ્પ ન હોવાનો છે. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો ન હોવાથી તેની ખોટ પડી રહી છે. પહેલાં વન-ડેમાં હાર છતાં ટીમ બીજા વન-ડેમાં કોઈ ફેરફાર કરે તેવી સંભાવના નથી. આવામાં આ વખતે પણ ટીમમાં માત્ર જસપ્રિત બુમરાહ, નવદીપ સૈની, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને રવીન્દ્ર જાડેજાના રૂમાં બોલિંગના પાંચ વિકલ્પો જ રહેશે.

મર્યાદિત ઓવરમાં ભારતના વાઈસ કેપ્ટન રોહિત શર્માની ટીમને પહેલાં વન-ડેમાં ખોટ સાલી હતી. રોહિત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અદ્ભુત રેકોર્ડ છે અને જો તે ટીમમાં હોત તો કદાચ પહેલા મેચનું પરિણામ બીજું જ હોત. રોહિત લિમિટેડ ઓવરની શ્રેણીમાં ટીમનો હિસ્સો નથી. આવામાં બીજા વન-ડેમાં પણ કોહલી એન્ડ કંપનીને હિટમેનની કમી દેખાશે તેમાં કોઈ શંકા નથી.ભારત માટે સૌથી મોટી પરેશાની એ છે કે ઓસ્ટ્રેલિયન ટીમના મોટાભાગના બેટસમેનો શ્રેષ્ઠ ફોર્મમાં છે.

આવામાં તેઓ શરૂઆતથી જ ભારતીય બોલરો ઉપર હાવી થઈ જાય છે. ટીમમાં ડેવિડ વોર્નર, સ્ટિમ સ્મિથ, જોશ હેઝલવુડ, પેટ કમિન્સ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, એલેક્સ કેરી અને એડમ ઝેમ્પાના રૂપમાં આઠ એવા ખેલાડી છે જે હાલમાં જ આઈપીએલની 13મી સીઝનમાં ભાગ લઈને આવ્યા છે. આ ખેલાડી અલગ અલગ ટીમમાં રહીને ભારતીય ખેલાડીઓની નજીક રહ્યા છે આવામાં તેઓ ભારતના બેટસમેન-બોલરોની ખૂબી-ખામીને બહુ જ સારી રીતે જાણી ગયા છે.


Related News

Loading...
Advertisement