મોદી અર્થતંત્રના બેઝીક આઇડીયા સમજે

28 November 2020 11:56 AM
India Politics Top News
  • મોદી અર્થતંત્રના બેઝીક આઇડીયા સમજે

રાહુલ ગાંધીએ આપ્યું ટયુશન

નવી દિલ્હી તા.28
સતત બીજા ક્વાર્ટરમાં ભારતના નેગેટિવ જીડીપી ગ્રોથને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, પહેલી વખત ભારતમાં સત્તાવાર રીતે મંદી આવી ચૂકી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા ઈકોનોમીના બેઝિક આઈડિયાને સમજવાની જરૂર છે.રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, ’વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ભારતની અર્થવ્યવસ્થા સત્તાવાર રીતે મંદીની ઝપેટમાં આવી ગઈ છે, જે પહેલી વખત થયું છે. મહત્વની વાત એ છે કે, 3 કરોડ લોકો હજુ પણ મનરેગા હેઠળ કામ શોધી રહ્યા છે. ઈકોનોમીને મનફાવે તેવા નિર્ણયોથી પાટા પર ન લાવી શકાય.


હકીકતમાં, શુક્રવારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પરિણામ જાહેર થયા. વર્તમાન વર્ષ 2020-21ના બીજા ક્વાર્ટરમાં પણ જીડીપીનો ગ્રોથ નકારાત્મક રહ્યો. જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો. પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મોટાભાગના અર્થશાસ્ત્રી સતત 2 ક્વાર્ટરમાં નકારાત્મક વિકાસ દરને મંદી માને છે.મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન અંતર્ગત આવતી નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ, સ્થિર કિંમત (201-12) પર આધારિત જીડીપી ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 33.14 લાખ કરોડ રૂપિયા નોંધાયો છે, જ્યારે ગત વર્ષે બીજા ક્વાર્ટરમાં જીડીપી 35.84 લાખ કરોડ રૂપિયા હતો. આ રીતે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે કે, ગત વર્ષે બીજા ક્વાર્ટરમા જીડીપી વિકાસ દર 4.4 ટકા હતો.જો હાલની કિંમત પર જીડીપીની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી 47.22 લાખ કરોડ રૂપિયા રહ્યો, જ્યારે કે ગત વર્ષે આ જ ગાળામાં 49.21 લાખ કરોડ રૂપિયા હતો. આ પ્રકારે હાલની કિંમત પર દેશના જીડીપીમાં બીજા ક્વાર્ટરમાં ગત વર્ષની સરખામણીમાં 4 ટકાનો ઘટાડો રહ્યો, જ્યારે કે ગત વર્ષે જીડીપી વૃદ્ધિ દર 5.9 ટકા નોંધાયો હતો.


Related News

Loading...
Advertisement