નેગેટીવ સુધારો! જીડીપી ઉંચો જ નહીં આવે

28 November 2020 11:53 AM
Ahmedabad Gujarat
  • નેગેટીવ સુધારો! જીડીપી ઉંચો જ નહીં આવે

બીજા કવાર્ટરમાં પણ 7.5 ટકાનો ઘટાડો: કોરોના વચ્ચે વધતી અનિશ્ર્ચિતતાના પગલે સંકટ યથાવત

અમદાવાદ તા.28
દેશમાં જીડીપીનો ગ્રોથ રેટ સતત બીજા કવાર્ટરમાં પણ નેગેટીવ ઝોનમાં આવ્યો છે. કોરોના સંકટની અસર હજી પણ ઈકોનોમી ઉપર જોવા મળી રહી છે અને બીજા કવાર્ટરનાં નબળા ગ્રોથ બાદ સમગ્ર નાણાકીય વર્ષનો જીડીપીનો ગ્રોથરેટ પણ નેગેટીવ જ આવે તેવી પુરી સંભાવના જોવા મળી રહી છે.કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે દેશમાં સપ્ટેમ્બર કવાર્ટર દરમિયાન જીડીપીનો ગ્રોથ રેટ 7.5 ટકા ઘટયો છે, જે જૂન કવાર્ટરમાં 23.9 ટકા ઘટયો હતો, જે વિક્રમી ઘટાડો હતો. આમ અગાઉની તુલનાએ સુધારો થયો છે પરંતુ સરેરાશ નેગેટીવ ગ્રોથ રેટ દેશ માટે સારી બાબત ન કહેવાય. આ તરફ ઓકટોબર મહિનાનાં મુખ્ય 8 કોર સેકટરનો ગ્રોથ રેટ પણ નેગેટીવ આવ્યો છે. દેશમાં ઓકટોબર મહિનાનો ઔદ્યોગીક ઉત્પાદનનો ગ્રોથ 2.5 ટકા ઘટયો છે, જે સપ્ટેમ્બર મહિનામાં 0.8 ટકા ઘટયો હતા..


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર કવાર્ટરનો જીડીપીનો ગ્રોથ રેટ 8.6 ટકા ઘટવાનો અંદાજ મુકયો હતો, જયારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 10.7 ટકાનો ઘટાડો થવાનો અંદાજ મુકયો હતા. દેશમાં જીએસટીનું કલેકશન નવેમ્બરમાં 1.08 લાખ કરોડ રહ્યું છે જે છેલ્લા 10 મહિનાનું સૌથી વધુ કલેકશન છે.દેશની રાજકોષીય ખાધ 126.7 ટકાએ પહોંચી છે. દેશના ઈકોનોમીના નબળા આંકડાઓની સાથે રાજકોષીય ખાધમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે મુકવામાં આવેલા સમગ્ર વર્ષનાં ટાર્ગેટની તુલનાએ વર્ષના પહેલા સાત મહિના દરમિયાન જ ખાધ 126.7 ટકાએ પહોંચી ગઈ છે.


સરકારી આંકડાઓ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલથી ઓકટોબર મહિના દરમિયાન કુલ ખાધ 9.53 ટ્રીલીયન રૂપિયાની થઈ છે, જે બજેટનાં 126.7 ટકા જેટલી છે.દેશમાં ટેકસની નેટ આવક 5.76 ટ્રીલીયન રૂપિયાની થઈ છે. જે ગત વર્ષની તુલનાએ 15.7 ટકાનો ઘટાડો થયો છે. જયારે કુલ ખર્ચ 16.6 ટ્રીલીયન રૂપિયાની થઈ છે. દેશની ખાધ વર્ષે 2020-21નાં કુલ જીડીપીની તુલનાએ 8 ટકા જેટલી થાય છે. સરકારે જીડીપીનાં 3.5 ટકાનો અંદાજ મુકયો હતો, જેની સામે નબળા ડેટાને પગલે 8 ટકા જેટલી ખાધ પહોંચી છે. દેશમાં કોરોનાં સંકટની મોટી અસર હવે ઈકોનોમીનાં વિવિધ આંકડાઓ ઉપર જોવા મળી રહી છે જે હવે સામે આવી રહ્યું છે.દેશમાં જીડીપીનો ગ્રોથ રેટ સરેરાશ આગામી દિવસોમાં નીચો આવશે તો સમગ્ર વર્ષનો ગ્રોથરેટ વિક્રમી તળીયે પહોંચે તેવી ધારણાં છે. કોરાના સંકટની બીજી લ્હેર હાલ જોવા મળી રહી છે અને જો સરકાર આગામી દિવસોમાં કોઈ કડક નિયંત્રણો લાદે અને લોકડાઉન કે કરફયુ જેવું લાગે તો ઉત્પાદનના પ્રવૃતિને મોટી અસર પહોંચે તેવી ધારણાં છે.


Related News

Loading...
Advertisement