રાજકોટ તા.28
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર આજરોજ યથાવત રહેવા પામ્યું છે અને આજે પણ નલીયા, રાજકોટ, ડીસા સહિતના સ્થળોએ તીવ્ર ઠંડીનો અનુભવ થવા પામ્યો હતો. હવામાન કચેરીના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આજરોજ રાજયમાં સૌથી વધુ ઠંડી નલીયા ખાતે યોજાઈ હતી. નલીયામાં આજે સવારે 10.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. આ ઉપરાંત કચ્છમાં ભુજ ખાતે પણ 14.4 ડીગ્રી સાથે તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો.
આ ઉપરાંત આજરોજ રાજકોટમાં પણ ઠંડા પવન સાથે ઠંડીનું જોર જળવાઈ રહ્યું હતું. રાજકોટ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન 13.7 ડીગ્રી નોંધાવા પામ્યું હતું. જયારે સવારે પવનની સરેરાશ ઝડપ 5 કી.મી. આસપાસ રહેવા પામી હતી તેમજ આજરોજ અમદાવાદ ખાતે સવારે 14.9 ડીગ્રી, ડીસામાં 13.8 ડીગ્રી, વડોદરામાં 15.7 ડીગ્રી, સુરતમાં 18.4 ડીગ્રી, કેશોદમાં 14.2 ડીગ્રી, ભાવનગરમાં 18.6 ડીગ્રી, પોરબંદરમાં 19 ડીગ્રી, વેરાવળમાં 19.4 ડીગ્રી, દ્વારકામાં 18.7 ડીગ્રી, ઓખામાં 20.5 ડીગ્રી અને સુરેન્દ્રનગર ખાતે 15.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.દરમ્યાન કચ્છમાં આજરોજ ન્યુ કંડલા ખાતે 15.6 ડીગ્રી, કંડલા એરપોર્ટ પર 14 ડીગ્રી, અમરેલીમાં 16.8 ડીગ્રી, ગાંધીનગરમાં 13 ડીગ્રી, મહુવામાં 18.1 ડીગ્રી, દીવમાં 20 ડીગ્રી, વલસાડમાં 14.5 ડીગ્રી અને વલ્લભવિદ્યાનગર ખાતે 16 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.