રાજકોટમાં કુવાડવા રોડ પર વેપારીને કુખ્યાત શખ્સે છરીના ઘા ઝીંકી દીધા

28 November 2020 11:40 AM
Rajkot Crime
  • રાજકોટમાં કુવાડવા રોડ પર વેપારીને કુખ્યાત શખ્સે છરીના ઘા ઝીંકી દીધા

મોરબી રોડ પર ઠાકરદ્વારમાં રહેતા અને પનીર અને લસણનો ધંધાર્થી પટેલ યુવાન પારૂલ બગીચા પાસે ઉઘરાણી માટે ગયો હતો: કુખ્યાત આકાશ ઉર્ફે મરચાએ 5 હજારની માંગણી કરી છરી ઝીંકી દીધી:અન્ય બે શખ્સોએ મારમાર્યો

રાજકોટ તા.28
શહેરમાં મોરબી રોડ પર ઠાકરદ્વારમાં રહેતા વેપારી યુવાનને કુવાડવા રોડ પર પારૂલ બગીચા પાસે નામચીન આકાશ ઉર્ફે મરચાએ છરીના ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.યુવાન પાસે કુખ્યાત શખ્સે 5 હજારની માંગણી કરી હતી યુવાને આપવાનો ઇનકાર કરતા છરીના ઘા ઝીંકી દીધા હતા.તેમજ તેની સાથે રહેલા અન્ય બે શખ્સોએ યુવાનને મારમાર્યો હતો.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી રોડ પર ઠાકરદ્વારમાં 1 માં રહેતો અને પનીર-લસણનો ધંધો કરનાર રોહન સુરેશભાઈ રૈયાણી (ઉ.વ 24) રાત્રીના કુવાડવા રોડ પર આશ્રમ રોડ પાસે પારૂલ સ્મૃતિ બગીચા પાસે હતો ત્યારે નામચીન આકાશ ઉર્ફે મરચા કોળીએ યુવાન પાસે રૂ.5 હજારની માંગણી કરી હતી યુવાને આપવાનો ઇનકાર કરતા તેણે અન્ય બે શખ્સ બંદૂક અને સુરો રાઠોડને બોલાવી યુવાન સાથે ઝઘડો કરી વેપારી યુવાનને છરીના ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ યુવાન લસણ અને પનીરનો ધંધો કરતો હોઈ બગીચા પાસે ઉઘરાણી કરવા ગયો હતો દરમિયાન નામચીન શખ્સનો ભેટો થઈ જતા તેણે પૈસાની માંગણી કરી છરીના ઘા ઝીંકી દીધા હતા.આકાશ ઉર્ફે મરચો કુખ્યાત હોઈ અગાઉ અલગ અલગ 86 ગુનામાં સંડોવાઈ ચુક્યો હોવાનું માલુમ પડયુ છે.


Related News

Loading...
Advertisement