સૌરાષ્ટ્રમાં કોરોના વધુ ઘાતક; 10 દર્દીઓનાં મોતથી ફરી ડરામણો માહોલ

28 November 2020 11:29 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં કોરોના વધુ ઘાતક; 10 દર્દીઓનાં મોતથી ફરી ડરામણો માહોલ

દિવાળીના તહેવારોમાં મળેલી છૂટછાટ હવે મુશ્કેલીરૂપ બની: રાજકોટ-139, જામનગર-23, ભાવનગર-26, જુનાગઢ-23, સુરેન્દ્રનગર-27, અમરેલી-23, મોરબી-16, ગીર સોમનાથ-15, બોટાદ-9, દ્વારકા-2, પોરબંદર-2 અને કચ્છ-15 સહિત 343 પોઝીટીવ કેસ: 253 દર્દીઓ ડિસ્ચાર્જ: રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરમાં દર્દીઓના મોત

રાજકોટ તા.28
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ કોરોના વાઈરસનું સંક્રમણ યથાવત રહ્યું છે. વેકસીન શોધ-સંશોધનો વૈજ્ઞાનિકો દ્વારા થઈ રહ્યા છે. બીજી તરફ તબીબોની ચેતવણી છતાં દિવાળીના તહેવારોમાં સરકાર અને સ્થાનીક તંત્રએ નિયમોમાં ધાર્યા બહારની છુટછાટ આપતા કોરોનાનું જોર વધતા ફરી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં વધારા સાથે મૃત્યુદર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 343 પોઝીટીવ સામે 253 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ-6, સુરેન્દ્રનગર-6, જામનગર-4 દર્દીઓના મોત નિપજયા છે. મૃત્યુઆંક વધતા ફરી ડરામણો માહોલ સર્જાયો છે.


છેલ્લા 24 કલાકમાં રાજકોટ 95 શહેર 44 ગ્રામ્ય કુલ 139, જામનગર 35 શહેર 8 ગ્રામ્ય કુલ 43, ભાવનગર 25 શહેર 1 ગ્રામ્ય કુલ 26, જુનાગઢ 12 શહેર 11 ગ્રામ્ય કુલ 23, સુરેન્દ્રનગર 27, અમરેલી 23, મોરબી 16, ગીર સોમનાથ 15, બોટાદ 9, દ્વારકા 5, પોરબંદર 2 અને કચ્છ 15 સહિત 343 પોઝીટીવ કેસ નોંધાયા છે.જયારે દર્દીઓ ડિસ્ચાર્જ થવાની સંખ્યા જોતા 117, જામનગર 31, ભાવનગર 12, જુનાગઢ 16, સુરેન્દ્રનગર 21, અમરેલી 3, મોરબી 15, ગીર સોમનાથ 7, બોટાદ-દ્વારકા 4-4 અને કચ્છ 23 સહીત 253 દર્દીઓ સ્વસ્થ થયા છે.સમગ્ર ગુજરાત રાજ્યમાં નવા 1607 પોઝીટીવ કેસ અને 1388 દર્દીઓ સાજા થયા છે. રાજયમાં સાજા થવાનો દર 90.90 ટકા નોંધાયો છે.


રાજકોટ
સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો હજુ પણ કોરોના પોઝીટીવ કેસોમાં મોખરે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 139 પોઝીટીવ કેસ સામે 117 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.રાજકોટ જિલ્લામાં 95 શહેર અને 44 ગ્રામ્ય મળી વધુ નવા 139 પોઝીટીવ કેસ સાથે જિલ્લાનો કુલ આંક 15778 પર પહોંચ્યો છે. હાલ 683 શહેર 331 ગ્રામ્ય સહિત 1014 દર્દીઓ સારવાર હેઠળ છે. 6 દર્દીઓના મોત સાથે ફરી કોરોના ભયાવહ બની રહ્યો છે. આરોગ્ય તંત્ર સાવચેતી છતાં કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો નથી.


સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 27 પોઝીટીવ સાથે સંક્રમણમાં વધારો નોંધાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગર, વઢવાણ, થાન સહિત 6 દર્દીઓના મોત થયા છે. 21 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.


જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ યથાવત રહ્યું છે. 12 શહેર, 4-4 વંથલી, માણાવદર 1-1 માળીયા, કેશોદ, વિસાવદરમાં નોંધાયો છે. હાલ દવાખાનામાં 189 દર્દીઓ સારવાર હેઠળ છે. 16 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


અમરેલી
અમરેલી જિલ્લામાં નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લાનો કુલ આંક 3078 પર પહોંચ્યો છે. હાલ 189 દર્દીઓ સારવાર હેઠળ છે. વધુ 3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


મોરબી
મોરબી જિલ્લામાં 16 નવા પોઝીટીવ કેસ સાથે સંક્રમણ યથાવત રહ્યું છે. વધુ 15 દર્દીઓને રજા આપવામાં આવી છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામાં વધુ 26 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 5,153 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 18 પુરુષ અને 7 સ્ત્રી મળી કુલ 25 કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના થોરડી ગામ ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.જયારે ભાવનગર મહાનગરપાલિકાના 9 તેમજ તાલુકાઓના 2 એમ કુલ 11 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં નોંધાયેલા 5,153 કેસ પૈકી હાલ 70 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ 5,007 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓનું અવસાન થયેલ છે.


Related News

Loading...
Advertisement