ફિલ્મના શુટીંગ માટે આઉટડોર જવાને રિફ્રેશિંગ માને છે અર્જુન કપુર

28 November 2020 11:15 AM
Entertainment
  • ફિલ્મના શુટીંગ માટે આઉટડોર જવાને રિફ્રેશિંગ માને છે અર્જુન કપુર

અર્જુનકપુરનું કહેવું છે કે ફિલ્મના શુટીંગ માટે આઉટડોર જવાથી રિફ્રેશ થઈ જવાય છે. તે હાલમાં હિમાચલ પ્રદેશમાં ‘ભૂત પોલીસ’નું શુટીંગ કરી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન, જેકલિન ફર્નાન્ડીસ અને યામી ગૌતમ છે. લોકડાઉનને કારણે લોકોને ઘરમાં બંધ રહેવા માટે વિવશ થવું પડયું હતું. ત્યારબાદ તે પોતે પણ કોરોના પોઝીટીવ થયો હતો. એમાંથી સારો થયા બાદ તે ફરી શુટીંગ કરી રહ્યો છે. આ વિશે અર્જુન કપુરે કહ્યું હતું કે ‘ફિલ્મના શુટીંગ માટે બહાર જવું ખરેખર રિફ્રેશિંગ લાગી રહ્યું છે. મહામારી બાદ જે લોકડાઉન લાગુ થયું હતું એ ઈન્ડસ્ટ્રી માટે કપરો સમય હતો. મને એ વાતની ખુશી છે કે ઈન્ડસ્ટ્રીની ગાડી ધીરે-ધીરે પાયા પર ચડી રહી છે. સાથે જ કાળજીપૂર્વક શુટીંગ શરુ કરવામાં આવ્યું છે. કામ શરૂ કરવા માટે પૂરતી તૈયારીની સાથે જ સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.’


પ્રોડકશનની ટીમ જે પ્રકારે લોકોની સલામતીનું ધ્યાન રાખે છે એને લઈને અર્જુનકપુરે કહ્યું હતું કે ‘મને એ વાતની ખુશી છે કે અમે બાયો-બબલને જાળવી રાખવામાં સફળ થયા છીએ, કારણ કે અમારે અલગ-અલગ લોકેશન્સ પર શુટીંગ માટે જવાનું હોય છે. સાથે જ જયારે આપણે પ્રવાસ કરીએ છીએ ત્યારે ઈન્ફેકશનનું જોખમ વધુ હોય છે. સેટ પરના દરેકનું ખાસ ધ્યાન રાખવા માટે અમારા પ્રોડયુસર્સે ખૂબ જ સરસ કામગીરી કરી છે. શુટીંગ સરળતાથી કરવાનું શ્રેય તેમને જાય છે. હું સાથે જ હિમાચલ પ્રદેશની સરકાર અને સ્થાનિક પ્રશાસનનો આભાર માનું છું કે તેમણે અમારા શુટીંગને સહજ બનાવવામાં સહકાર આપ્યો છે.’


Related News

Loading...
Advertisement