ભાજપે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

27 November 2020 11:58 PM
India Politics
  • ભાજપે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

રામવિલાસ પાસવાનના અવસાન બાદ ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી યોજાશે

પટના:
બિહારમાં રાજ્યસભાની એક બેઠક માટે યોજાનાર પેટા-ચૂંટણી માટે ભાજપે સુશીલકુમાર મોદીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આ માહિતી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહે આપી છે. રાજ્યસભાની એક બેઠક કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનના અવસાન બાદ ખાલી છે. આ બેઠક માટે 14 ડિસેમ્બરે ચૂંટણી છે. રાજ્યસભાની ચૂંટણીઓ માટેની પ્રક્રિયા 3 ડિસેમ્બરથી શરૂ થશે, હાલની સ્થિતિ મુજબ સુશીલ મોદીનો રાજ્યસભામાં પ્રવેશ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, સુશીલ મોદી ઘણા દાયકાઓથી બિહારના રાજકારણમાં સક્રિય છે. છેલ્લા 15 વર્ષથી તેઓ સતત બિહારના નાયબ મુખ્ય પ્રધાન રહ્યા, અને એમએલસી પણ છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા નહીં. રામ વિલાસ પાસવાન ભાજપ અને જેડીયુના સહયોગથી 2019 માં બિનહરીફ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ બેઠકનો કાર્યકાળ 2 એપ્રિલ 2024 સુધીનો છે. રામવિલાસ પાસવાનનું 8 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું.


Related News

Loading...
Advertisement