કંગનાની ઓફિસ તોડવા મામલે મુંબઈ હાઈકોર્ટની બીએમસીને ફટકાર

27 November 2020 06:39 PM
Entertainment
  • કંગનાની ઓફિસ તોડવા મામલે મુંબઈ હાઈકોર્ટની બીએમસીને ફટકાર

હાઈકોર્ટે બીએમસીના પગલાને ખરાબ નિયતવાળુ ગણાવી નુકશાનીનું મૂલ્યાંકન કરી વળતર ચૂકવવા આદેશ કર્યો

મુંબઈ તા.27
બોલીવુડ એકટ્રેસ કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસમાં તોડફોડ મામલે બોમ્બે હાઈકોર્ટે બીએમસી (બૃહદ મુંબઈ મહાનગરપાલિકા)ને ફટકાર લગાવી છે, બીએમસીના પગલાને ખરાબ નિયતથી લીધેલું પગલું ગણાવી કંગનાને વળતર ચૂકવવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે અને નુકશાનનું મૂલ્યાંકન કરવાનું જણાવ્યું છે. કંગનાએ હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

કંગના રનૌતની મુંબઈ ઓફીસ તોડવા પર બોમ્બે હાઈકોર્ટે બીએમસી વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, બીએમસીએ ખરાબ નીયતથી પગલા ભર્યા છે. હવે બીએમસીએ કંગનાને વળતર આપવું પડશે. કંગનાએ કોર્ટના ચુકાદા પર ટવીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. સપ્ટેમ્બરમાં બીએમસીએ કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફીસમાં તોડફોડ કરી હતી. કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં બીએમસી વિરુદ્ધ અરજી કરી અને વળતરની માંગ કરી હતી.

હવે કોર્ટે આ મામલામાં કંગનાના પક્ષમાં ચૂકાદો આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે બીએમસીએ ખરાબ નીયતથી આ પગલુ ભર્યું છે અને કંગનાની ઓફિસને ખરાબ ઈરાદાથી બરબાદ કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, આ નાગરિકોના અધિકારની વિરુદ્ધ હતું. કંગનાને કેટલું વળતર આપવામાં આવે તે માટે કોર્ટે એક વેલ્યુઅરની નિમણુંક કરી છે. તે નુકશાનનું અનુમાન લગાવશે અને રકમ નકકી કરશે. કંપનીએ ટવીટ કરીને ચૂકાદાનું સ્વાગત કર્યુ છે.


Related News

Loading...
Advertisement