અમદાવાદની કોવિડ હોસ્પિટલોમાં ફરી પથારીઓ ખૂટી પડવાની કગાર પર

27 November 2020 06:38 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદની કોવિડ હોસ્પિટલોમાં ફરી પથારીઓ ખૂટી પડવાની કગાર પર

અમદાવાદ તા.27
રાજયમાં કોરોનાનું સંક્રમણ ભયાનક સ્તર પર છે. ગઇકાલે સતત ત્રીજા દિવસે 1500થી વધુ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સ્થિતિ ખૂબ જ વિકટ છે. અહીં પણ દૈનિક 300થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જયારે મોતની સંખ્યા પણ વધી છે. સરકાર જે મોતના આંકડા જાહેર કરે છે તેની પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જ કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યાને લઇને પણ સ્થિતિ ગંભીર છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં દર્દીઓની સંખ્યા વધી જતા હવે કોવિડ વિભાગ હાઉસફૂલ થવાની તૈયારીમાં છે. ગુરૂવાર સુધીની સ્થિતિ જોઇએ તો સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં 1202 દર્દી સારવાર લઇ રહ્યા છે. તેમાં પણ ઓકિસજન સ્પોર્ટ અને વેન્ટિલેટર બેડ પર રહેલા દર્દીઓની સંખ્યા વધારે હોવાનું જાણવા મળે છે. એ માહિતી પણ મળી છે કે અમદાવાદમાં સારી ગણાતી ખાનગી હોસ્પિટલોમાં હવે બેડ ખાલી નથી.

કોરોનાની બીજી લહેર શરૂ થતા જ ખાનગી કોવિડ હોસ્પિટલની સંખ્યા વધીને 92 થઇ ગઇ છે. આ હોસ્પિટલોની સ્થિતિ જોઇએ તો તેમાં 3043 બેડની હાલ વ્યવસ્થા છે. જેમાં આઇસીયુ વિથ વેન્ટિલેટર બેડ પર શહેરમાં 208 દર્દીઓ છે. વેન્ટિલેટર વગરના આઇસીયુમાં જ 31 દર્દી સારવાર હેઠળ છે. ત્યાં હવે 24 બેડ જ ખાલી છે. આઇસોલેશનમાં 1062 દર્દી છે.

118 બેડ ખાલી છે. એચડીયુમાં 1088 દર્દી છે અને 97 બેડ ખાલી છે. શહેરમાં કોવિડ કેર સેન્ટરની વધારવામાં આવતા અહીંની બેડ કેપેસીટી 328 થઇ છે. ચોંકાવનારી વાત એ છે કે ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર વાળા હવે 15 બેડ જ ખાલી છે.


Related News

Loading...
Advertisement