શિવાનંદ હોસ્પિટલની ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવતા ભંડેરી-ભારદ્વાજ

27 November 2020 06:19 PM
Rajkot
  • શિવાનંદ હોસ્પિટલની ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવતા ભંડેરી-ભારદ્વાજ

તપાસ સમિતિ સમગ્ર બનાવની જાચ કરશે

રાજકોટ તા.27
ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે શહેરના મવડી પ્લોટ સ્થિત હોસ્પિટલમાં શોર્ટ સર્કીટને લાગેલ આગમાં દિવંગત થયેલા હતભાગીઓને અશ્રુભીની શ્રદ્ધાંજલી પાઠવતા જણાવેલ છે કે આ ગમખ્વાર ઘટના બદલ સમગ્ર શહેર ચોકમાં ગરકાવ છે ત્યારે, આ બનાવને પગલે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકારે મૃતકોના પરિવારને રૂપિયા ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. ત્યારે, રાજયની ભાજપા સરકાર હોસ્પિટલની ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓના પરિવાર અને ઘાયલ થયેલા દર્દીઓની સાથે છે અને તેમને કોઈપણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માયે ત્વરીત પગલાનો આરંભ કરી દીધો છે.


Related News

Loading...
Advertisement