એનીમલ હેલ્પ લાઇન દ્વારા ઇન્ટરનેશનલ મીટ લેસ ડે નિમિતે આજે સાંજે વેબીનાર

27 November 2020 06:17 PM
Rajkot
  • એનીમલ હેલ્પ લાઇન દ્વારા ઇન્ટરનેશનલ મીટ લેસ ડે નિમિતે આજે સાંજે વેબીનાર

આજ પૂ.સાધુ વાસવાણીજીની જન્મજયંતી નિમિતે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પ લાઇન દ્વારા આજે સાંજે 6:30 કલાકે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈશ્ર્વિક કક્ષાએ જન, જંગલ, જમીન, જનાવર, જનની સેવા અર્થે કાર્યરત સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહ, કે.ઇ.એમ. હોસ્પિટલ અને પુના હોસ્પિટલના પ્રખ્યાત કાર્ડિયોલોજીસ્ટ અને વૈશ્ર્વિક કક્ષાએ શાકાહારનો પ્રચાર-પ્રસાર કરતા ડો.કલ્યાણ ગંગવાલ, જાણીતા કવિયત્રી-લેખીકા અને રાષ્ટ્ર ગૌરવ એવોર્ડથી સન્માનિત ડો.ઇન્દુ જૈન (દિલ્હી), ધરણેન્દ્રભાઇ સંઘવી (કરૂણા-સુરત), વેજીટેરીયન સોસાયટીના રમેશભાઇ ઠક્કર સહિતના વકતાઓ માંસાહારે સર્વ નાશાહાર વિષય પર પોતાનું માર્ગદર્શન આપશે. આ વેબીનાર કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ્ર-એનીમલ હેલ્પ લાઇનની ફેસબુક આઇડી fb.com/animalhelplinekarunafoundation પર તેમજ fb.com/samastmahajan9 પર જીવંત નિહાળી શકાશે.


Related News

Loading...
Advertisement