રાજકોટ,તા. 27
પ.પૂ. મુગપ્રધાન આચાર્યસમ પં. શ્રી ચંદ્રશેખર વિ.મ.ના શિષ્યરત્ન પ.પૂ.આ. શ્રી મેઘદર્શન સૂરિશ્ર્વરજી મહારાજની પાવન પ્રેરણા તથા માર્ગદર્શનમાં આગામી તા. 25મી ડિસે.ના (મૌન એકાદશી) 108 શત્રુંજય નામ તપનું ભવ્યાતિત આયોજન કરવામાં આવેલ છે. જેમાં વર્ષ દરમ્યાન (365 દિવસ) 108 એકાસણા ઘર બેઠા કરવાના રહેશે. વિશેષ માહિતી માટે atmashuddhi.com/shatranjaytap (આત્મ શુધ્ધિ.કોમ/શત્રુંજય તપ)નો સંપર્ક કરવો. ઉપરોક્ત અનુષ્ઠાનનું આયોજન આત્મ શુધ્ધિ પરિવાર (હુબલી) દ્વારા કરાયું છે.