અભિનેત્રી હિના ખાન રાજકોટમાં બે દિવસ ફોટોશૂટ કરશે

27 November 2020 05:21 PM
Entertainment
  • અભિનેત્રી હિના ખાન રાજકોટમાં બે દિવસ ફોટોશૂટ કરશે
  • અભિનેત્રી હિના ખાન રાજકોટમાં બે દિવસ ફોટોશૂટ કરશે

રાજકોટ : લોકપ્રિય ટેલીવિઝન સીરીયલ યે રિશ્યા કયાં કહેલાતા હૈમાં અક્ષરાનું પાત્ર નિભાવનાર હિનાખાન રાજકોટના બે દિવસના પ્રવાસે આવી છે. અહીં તેમણે શહેરની જાણીતી હોટલ ફોરર્ચ્યુનમાં રોકાણ કર્યુ છે. સેલ્સ મેનેજર ચિરાગ પઢીયારે સાંજ સમાચારને આપેલી માહિતી મુજબ હિનાખાન આત્મનીમ નેચર કેરના ફોટો શૂટ માટે આવી છે. અહીં જામનગર રોડ પર હિના બે દિવસ ફોટો શૂટ કરશે. આ માહિતી મળતા રાજકોટમાં રહેતા હિના ખાનના ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે હિનાખાન સપના બાબુલકા..., વિદાઇ, ચાંદ છુપા બાદલ મેં, માસ્ટર શેફ ઇન્ડિયા, કુકીંગ શોમાં ગેસ્ટ અભિનેત્રીની ભૂમિકામાં જોવા મળી હતી. તેમજ બીગબોસ સીઝન 11માં પ્રતિયોગી રહી હતી. આ સિવાય કસોટી જીંદગી કીમાં પણ હિનાખાન કોમોલિકાના પાત્રમાં જોવા મળી હતી. અહીં રાજકોટમાં તે પોતાના અંગત સ્ટાફ અને સિકયુરીટી સ્ટાફ સાથે આવી છે. ગઇકાલે તેમનું આગમન રાજકોટમાં થયુ હતું. આવતીકાલે ફોટોશૂટ પૂર્ણ કર્યા બાદ તે મુંબઇ જવા રવાના થશે.


Related News

Loading...
Advertisement